રસોડાને લગતા ઘણા નીતિ નિયમો છે. જેની કાળજી લેવામા આવે તો લાંબા સમય સુધી ખોરાકને ફ્રેશ રાખવામા આવે છે. ખાસ કરીને ખાદ્ય વસ્તુઓ યોગ્ય રીતે સંગ્રહિત કરવામા આવે તો તે ઝડપથી બગડશે નહી.આમાની એક વસ્તુ પનીર છે. આ ડેરી વસ્તુ હોવા છતા તમે પનીરને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. શ્રેષ્ઠ વસ્તુ એ છે કે જો તમે પનીરને બરાબર સંગ્રહિત કરો છો તો તમે ૨ દિવસથી લઈને એક મહિના સુધી ફ્રેશ રાખવામા સફળ થશો. આજે અમે તમને ઘરે પનીર સ્ટોર કરવાની 3 પદ્ધતિઓ જણાવી રહ્યા છીએ. તમે આ રીત અપનાવીને પનીરને લાંબા સમય સુધી તાજુ રાખી શકો છો.
૧) પનીરને પાણીમા રાખો :- જો તમારે પનીરને એકથી બે દિવસ સુધી સ્ટોર કરવુ હોય તો આ માટે તમારે એક વાસણમા પાણી ભરીને તેમા પનીર નાખીને તેને ફ્રિજની અંદર રાખવુ પડશે. ધ્યાનમા રાખો કે પનીર સંપૂર્ણપણે પાણીમા ડૂબી જવુ જોઈએ.જો પનીર સંપૂર્ણપણે પાણીમા ડૂબી ન જાય તો તે સખત થઈ જશે અને તે ખાટુ થઈ જશે. આ કિસ્સામા પનીરનો સ્વાદ બગડે છે. આ પ્રકારનુ પનીર દેખાવમા પીળા રંગનુ થઈ જાય છે.
૨) પનીરને મીઠાના પાણીમા રાખો :- જો તમે પનીરને એક અઠવાડિયા માટે તાજુ રાખવા માંગતા હો તો તેને સંગ્રહિત કરવાની પદ્ધતિમા થોડો ફેરફાર થાય છે. તમારે બાઉલમા પાણી ભરીને તેમા એક ચમચી મીઠુ ઓગળવુ પડશે. હવે તમે તેમા પનીર નાખો.ધ્યાનમા રાખો કે પનીર સારી રીતે પાણીમા ડૂબી જાય. હવે બાઉલને ઢાકી દો. ૨ દિવસ પછી તમે બાઉલ અને પાણી બંને બદલો. તમે આખા અઠવાડિયામા દર ૨ દિવસે આ કરો. આ રીતે તમે પનીરને અઠવાડિયાથી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
૩) પનીરને ઝિપ બેગમાં રાખો :- જો તમે એક મહિના માટે પનીર સ્ટોર કરવા માંગતા હો તો આ પદ્ધતિ અલગ છે તમારે પનીરના ટુકડા કરવા પડશે. આ ટુકડાઓને ટ્રેમા મૂકો અને આ ટ્રેને ફ્રીઝરમા રાખો. જ્યારે પનીર બરફની જેમ સખત થઈ જાય ત્યારે તેને ઝિપ બેગમા નાંખો અને ફ્રીઝરની અંદર મૂકી દો.
જ્યારે તમે પનીરનુ શાક બનાવવાની ઇચ્છા રાખો છો ત્યારે તેને ફ્રીઝરમાંથી કાઢી લો અને થોડા સમય માટે નવશેકા પાણીમા નાખો. તે પછી તમે જોશો કે તે નરમ થઈ જશે. આ રીતે તમે એક મહિના માટે આ પનીરનો ઉપયોગ કરી શકો છો.
પનીરને દહી,વિનેગર અને લીંબુના રસથી ફાડો. આથી પનીર નરમ બને છે. પનીરને ફાડ્યા પછી બાકીનુ પાણીને ફેકી ન દેવુ. આ પાણીને સંગ્રહિત કરો અને આગલી વખતે જ્યારે તમે પનીર ફાડશો ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. પનીર ફાડ્યા પછી એક વાર તેને ઠંડા પાણીથી ધોઈ લો કારણકે દહી,વિનેગર અને લીંબુનો ખાટો ભાગ દૂર થઈ જશે.જેને કારણે પનીરને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકો છો.