આ રોગનું નામ એક્વેજેનિક યુર્ટીકારીયા છે. આ દુર્લભ રોગને કારણે નાહવા પર પાબંધી લગાવવામા આવે છે. આ રોગ સમગ્ર વિશ્વમા થોડાક લોકોને જ છે. રોજ નાહવું સ્વાસ્થ્ય માટે સારું માનવામા આવે છે. પરંતુ કેલિફોર્નિયામા રહેતી ૨૧ વર્ષીય યુવતી બે મહિનામાં ફક્ત એક જ વાર નહાય છે. ટેસા હેનસેન-સ્મિથ નામની આ યુવતીને રડવા અને રમવા પર પણ પ્રતિબંધ છે. ટેસા હેનસેન-સ્મિથે નાહવા પાછળનુ કારણ કંઈક બીજુ છે.
ખરેખર ટેસાને પાણીની એલર્જીનો રોગ છે. વિશ્વના લગભગ ૧૦૦ જેટલા લોકો આ રોગથી પીડાતા હશે. આ દુર્લભ અને વિલક્ષણ રોગને એક્વાજેનિક યુર્ટીકારીયા નામ આપવામા આવ્યુ છે. હવે વિચારો કે આ બીમારીને કારણે છોકરીને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડતો હશે.
આ એલર્જી પાણી સુધી મર્યાદિત નથી. આમા વ્યક્તિને પોતાના પરસેવો, આંસુ અને ગળફાથી પણ સમસ્યા હોઈ શકે છે. એક અનુમાન મુજબ વિશ્વભરમાં ફક્ત ૫૦ થી ૧૦૦ લોકોને આ રોગ થશે. આ એલર્જીના ડાઘ શરીર પર ઉદભવના ૩૦ થી ૬૦ મિનિટની અંદર અદૃશ્ય થઈ જાય છે.
પરંતુ આ પછી આધાશીશી અને વધુ તાવ ઝડપથી માનવીને ઘેરી લે છે. આ રોગથી સંબંધિત વધુ સંશોધન ઉપલબ્ધ નથી. ટેસા પોતાની એલર્જીની અસરોને ઘટાડવા માટે નહાવાના પાણીમા સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ કરે છે. તેની સારવારમા અલ્ટ્રાવાયોલેટ કિરણો, સ્ટેરોઇડ્સ અને ક્રિમનો ઉપયોગ થાય છે.
એક અહેવાલ મુજબ જ્યારે ટેસા માત્ર નવ વર્ષની હતી ત્યારે પહેલી વાર નહાયા પછી તેના શરીરમાં અચાનક ફોલ્લીઓ થઈ હતી. આ ફોલ્લીઓમાં ખંજવાળ પણ વધવા માંડી હતી. ટેસાની મુશ્કેલીઓ જોઈને તેની માતાએ શરૂઆતમાં વિચાર્યું કે તેને સાબુકે સેમ્પુની એલર્જી હશે. પરંતુ તેમને થોડીવાર તાવ આવ્યો. જો કે ટેસા પોતે વ્યવસાયે ડોક્ટર હતી. ટેસા ની માતા ચિંતિત થઈ ગઈ જ્યારે આવુ ફરીથી બનવા લાગ્યુ. આવી સ્થિતિમા તપાસ બાદ જાણવા મળ્યું કે ટેસ્સાને ખૂબ જટિલ રોગ છે. આ રોગમા વ્યક્તિને પાણીની એલર્જી થાય છે.