જાણો પશુપતિનાથ મંદિરની પૌરાણિક કથા વિષે, જ્યાં ભગવાન શિવ ચિંકારાના સ્વરૂપમાં ચતુર્મુખ લિંગ તરીકે બિરાજમાન છે.

512

મહાદેવના અનેક નામો છે તેમાંથી એક નામ પશુપતિનાથ તરીકે જાણીતું છે. મહાદેવના દરેક નામ સાથે એક કથા જોડાયેલી છે. મહાદેવે સમુદ્રમંથન દરમિયાન વિષને ગ્રહણ કર્યું. તેથી તેઓ નીલકંઠ કહેવાયા. એવી રીતે શિવજીના અનેક સ્વરૂપો છે તેની સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ચાલો આજે જાણીએ કે મહાદેવ પશુપતિનાથ કેમ કહેવાયા. શું છે આ નામનો મહિમા. ક્યાં આવેલું આ મંદિર. હિંદૂ ધર્મમાં કેમ તેના દર્શનનું છે મહત્વ.

પશુપતિનાથનું મંદિર નેપાળમાં કાઠમંડુથી 3 કિમી દૂર બાગમતિ નદીને કિનારે દેવપાટન ગામમાં આવેલું છે. આ સતયુગ કાળનું મંદિર છે. એવી માન્યતા કે જે લોકો પશુપતિનાથ શિવલિંગના દર્શન કરે છે તેમને ક્યારેય પશુ યોનિમાં જન્મ લેવો પડતો નથી. પશુપતિનાથ લિંગ વિગ્રહમાં ચાર દિશાઓમાં ચાર મુખ અને ઉપર પાંચમું મુખ છે.

પ્રત્યેક મૂર્તિમાં જમણાં હાથમાં રુદ્રાક્ષની માળા અને ડાબા હાથમાં કમંડળ છે. પ્રત્યેક મુખ અલગ અલગ ગુણ પ્રગટ કરે છે. દક્ષિણ દિશાવાળું મુખ અઘોર મુખ છે જે દક્ષિણ તરફ છે. પૂર્વ દિશાવાળું મુખ તત્તપુરુષ તરીકે ઓળખાય છે. ઉત્તર દિશાવાળું અર્ધનારિશ્વર રૂપ છે. જ્યારે પશ્રિમ દિશાવાળું સદ્યોજાત રૂપ કહેવાય છે. જ્યારે ઉપરના ભાગે આવેલું મુખ ઈશાન તરીકે ઓળખાય છે.

ભગવાન ભોલેનાથના ધામ પશુપતિનાથમાં હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ છે, પરંતુ તેઓ તેને બહારથી જોઈ શકે છે. મંદિરના ગર્ભગૃહમાં પંચમુખી શિવલિંગ છે. એવું કહેવામાં આવે છે કે આવા દેવતા વિશ્વમાં બીજે ક્યાંય પણ નથી. હિન્દુ પુરાણો અનુસાર પશુપતિનાથ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે.

ભગવાન શિવે અહીં પહોંચ્યા પછી ચિંકરનું સ્વરૂપ લીધું અને સૂઈ ગયા. ભગવાન શિવ જ્યારે વારાણસીમાં ન મળ્યા ત્યારે દેવોએ તેમને બગમતીના કાંઠે આ સ્થળે મળ્યા.

દેવતાઓએ તેમને પાછા વારાણસી લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે આ સમય દરમિયાન, ભગવાન શિવ ચિંકરના રૂપમાં બાગમતી નદીના બીજા કાંઠે કૂદી ગયા. કૂદતી વખતે તેનું સીંગડાના ચાર ટુકડા થઈ ગયા હતા. એવું કહેવામાં આવે છે કે ત્યારથી ભગવાન પશુપતિ ચતુર્મુખ લિંગ તરીકે અહીં બિરાજમાન છે.

મહાભારતની દંતકથા અનુસાર, લગભગ ચાર હજાર વર્ષ પહેલા, જ્યારે પાંડવો સ્વર્ગપ્રયાણ માટે હિમાલય તરફ જઈ રહ્યા હતા, ત્યારે ભગવાન શિવ ઉત્તરાખંડમાં કેદારનાથમાં ભેંસના રૂપમાં પાંડવોને દર્શન આપ્યા હતા. દર્શન દીધા પછી ભગવાન શિવ ભેંસના રૂપમાં ત્યાંની જમીનની અંદર સમાઈ ગયા હતા.

આ જોઈને ભીમે તેની પૂંછડી પકડી લીધી. આ સ્થાન કેદારનાથ તરીકે જાણીતું બન્યું, જ્યારે નેપાળની બહાર જ્યાં તેનું માથું દેખાયું, તે પશુપતિનાથ તરીકે પ્રખ્યાત થયા.

Previous articleશું તમારા શરીરમાં પણ આવા 6 પ્રકારના લક્ષણો દેખાય છે, તો થઈ જજો સાવધાન નહિતર થઈ જશે તમારી કિડની ફેલ.
Next articleએક સમયે બે ટકની રોટલી માટે તરસતી ભારતી સિંહ આજે છે કરોડો રૂપિયાની માલકીન…