તમે પાણીની નદી જોઈ હશે પરંતુ આજે જાણો પથ્થરની નદી વિશે કે જેમાં વૈજ્ઞાનિકો પણ હજી સુધી તેનું રહસ્ય નથી શોધી શક્યા.

538

રશિયામાં એવી નદી આવેલી છે કે જેનું નામ સ્ટોન નદી છે જેને પથ્થરની નદી કહે છે. ૨૦ મીટર લાંબી નદીમા ૧૦ ટન વજનવાળા પત્થરો છે. તમે નદીમા પાણીની સાથે પથ્થરો જોયા હશે. પરંતુ તમે ક્યારેય એવી નદી જોઈ છે કે જે પથ્થરોથી બનેલી હોય છે ? તો જાણો એવી નદી વિષે કે અહીયા હાજર અસંખ્ય પથ્થરો નદીની જેમ વળાંકવાળા છે. પરંતુ તેમાં ક્યારેય એક ટીપુ પાણી વહેતુ નથી. આ નદી રશિયામા છે. આ સ્થાન વૈજ્ઞાનિકો માટે એનેક મુશ્કેલીઓથી ભરેલ છે જેને તેઓ આજ સુધી હલ કરી શક્યા નથી.

પ્રકૃતિના આ અજીબ ચમત્કારનુ નામ સ્ટોન રીવર અથવા સ્ટોન રન છે. નદીમા લગભગ છ કિલોમીટર સુધી તમે ફક્ત પત્થરો જ દેખાશે. આ જોઈને તે બરાબર નદીના પ્રવાહ જેવુ લાગે છે. ૨૦ મીટરના નાના પ્રવાહોથી ક્યાક આ નદી ૨૦૦ થી ૭૦૦ મીટરના મોટા પ્રવાહોનુ સ્વરૂપ લે છે. અહી ૧૦ ટન વજનવાળા પથ્થરો ચારથી છ ઇંચ જેટલા જમીનમા દબાયેલા છે.

આ સ્થળે આટલા બધા પથ્થરો ક્યાથી આવ્યા અને તેને નદીનુ રૂપ કેવી રીતે લીધુ હશે તે આજ સુધી આ પ્રશ્નોના સચોટ જવાબ મળ્યા નથી. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આશરે ૧૦ હજાર વર્ષ પહેલા ઊંચા શિખરો ગ્લેશિયર તૂટીને નીચે પડ્યા હશે જેના કારણે આ વિચિત્ર નદીની રચના થઈ હશે.

Previous articleચેન્નાઈ થી અંદામાન દરિયામાં નીચે ઓપ્ટીકલ ફાઈબર, જાણો કઈ રીતે આવે છે પાથરવામાં.
Next articleવિશ્વની સૌથી મોઘી દ્રાક્ષ કે જેની એક લુમની કીમત સાંભળીને તમને નવાઈ લાગશે.