Homeસ્ટોરીજાણો, 16 વર્ષની ઉંમરે પાયલોટનું લાઇસન્સ મેળવનારી 'આયશા અજીજ' વિષે...

જાણો, 16 વર્ષની ઉંમરે પાયલોટનું લાઇસન્સ મેળવનારી ‘આયશા અજીજ’ વિષે…

જો આપણે  કોઈપણ કાર્ય કરતા પહેલા દ્રઢ સંકલ્પ કરીએ તો તે કાર્ય પૂરું કરવા માટે આપણને ભગવાન પણ રોકી શકતા નથી. આવું જ કંઈક “આયશા અજીજ” સાથે બન્યું. નાનપણથી જ આયશાને પાયલોટ બનવાની ઇચ્છા હતી અને તેણે તેની આ ઈચ્છા પુરી પણ કરી. 16 વર્ષની ઉંમરે પાયલટ બનનારી તે ભારતની એકમાત્ર મહિલા છે.

આયશાએ 16 વર્ષની ઉંમરે સ્ટુડન્ટ પાયલોટ લાઇસન્સ મેળવ્યું. જે ઉંમરમાં બાળકો વિચારતા હોય છે કે ક્યાં વિષયમાં અભ્યાસ કરવો, તે ઉંમરમાં આયશાએ પોતાનું સપનું પૂરું કર્યું.

આયશા કહે છે કે, તેના સપનાને પૂરું કરવામાં તેના પરિવારે તેને સાથ આપ્યો હતો. તેના પિતાને તેના સ્વપ્ન વિશે જાણ થતાં તરત જ તેણે આયશાને ફ્લાઇગ શાળામાં અભ્યાસ કરવા માટે મોકલી. તે સમયે તેણે દસમું ધોરણ પાસ કર્યું હતું.

આયશા કાશ્મીરના બારામુલ્લા વિસ્તારના ‘ખ્વાજા’ ગામની છે, પરંતુ તે હાલમાં મુંબઇમાં રહે છે. આયશા સુનિતા વિલિયમ્સને આદર્શ માને છે. તેને નવી જગ્યાએ મુસાફરી કરવી અને લોકો સાથે સંપર્ક કરવો ખુબ જ પસંદ છે.

આયશાએ તેની કારકિર્દીની શરૂઆત સેસના 152 અને 172 વિમાનથી કરી હતી. તે તેની પ્રેરણાદાયક સુનિતા વિલિયમ્સને પણ મળી છે. તેણી કહે છે કે, હું દેશની સૌથી નાની ઉંમરની પાયલોટ બનવાને બદલે મારા બાળપણના લક્ષ્યાંકને પૂર્ણ કરવા પર વધારે ખુશ છું. આયશા ઘણા મેગેઝિન માટે ફોટોશૂટ પણ કરી ચૂકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments