Homeહેલ્થગુણકારી પિસ્તાના આ અદભુત ફાયદાઓ જાણીને તમે પણ રોજ ખાવાનું ચાલુ કરી...

ગુણકારી પિસ્તાના આ અદભુત ફાયદાઓ જાણીને તમે પણ રોજ ખાવાનું ચાલુ કરી દેશો પિસ્તા…

પિસ્તા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પિસ્તામાં પોષક તત્ત્વો અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત પિસ્તામાં ઘણા વિટામિન, ખનિજો, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને આવશ્યક ફેટી એસિડ હોય છે. પિસ્તામાં અન્ય ડ્રાયફ્રૂટની તુલનામાં ઓછી ચરબી અને કેલરી હોય છે. તો ચાલો જાણીએ પિસ્તા ખાવાના ફાયદાઓ…

વજન ઘટાડવા માટે :- પિસ્તામાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે. ફાઇબરથી આપણને લાંબા સમય સુધી પેટ ભર્યું ભર્યું લાગે છે. આને લીધે, આપણે વધારે ખાઈ શકતા નથી અને ઓછી ખાવાની ટેવને કારણે આપણું વજન ઓછું થાય છે. પિસ્તા વજનને નિયંત્રણમાં રાખે છે.

પાચન માટે ફાયદાકારક :- પિસ્તામાં ફાઈબરની માત્રા સારી હોવાને કારણે તે આપણી પાચક સમસ્યાઓ મટાડવામાં પણ મદદરૂપ થાય છે. 30 ગ્રામના પિસ્તામાં લગભગ 3 ગ્રામ ફાઇબર હોય છે. ફાઈબર પાચનની સમસ્યાઓ દૂર કરે છે.

મુલાયમ ત્વચા :- પિસ્તા ખાવાથી ત્વચાની સુષ્કતા દૂર છે. પિસ્તામાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોવાને કારણે પિસ્તાનું તેલ પણ ત્વચા માટે ફાયદાકારક છે. તે એક અસરકારક નેચરલ મોઇશ્ચરાઇઝર છે. આ તેલ ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવે છે.

એનિમિયામાં રાહત :- પિસ્તામાં કૉપર પણ હોય છે, જે ખોરાકમાં રહેલા આયર્નના શોષણમાં મદદ કરે છે. પિસ્તા લોહીની ઉણપ અને એનિમિયા માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન બી હોય છે, જે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં મદદગાર છે.

ડાયાબિટીઝમાં રાહત :- ડાયાબિટીઝથી બચાવવા માટે પણ પિસ્તા ફાયદાકારક છે. ઇરાની અભ્યાસ મુજબ પિસ્તાના સેવનથી ડાયાબિટીઝના દર્દીઓમાં ગ્લાયકેમિક સ્તર, બ્લડ પ્રેશર, બળતરા અને જાડાપણાને અસર થાય છે.

કેન્સરમાં ફાયદાકારક :- પોષણ સંબંધી પરામર્શમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવનાર અને પૌષ્ટિક ડાયેટિક્સ નિષ્ણાત ડોરિન રોડોના જણાવ્યા અનુસાર, પિસ્તામાં રહેલ સેલેનિયમ, જે કેન્સરને રોકવામાં મદદ કરે છે. કેન્સરના દર્દીએ દરરોજ 49 નંગ પિસ્તા ખાવા જોઈએ.

રોગ પ્રતિકાર ક્ષમતા :- પિસ્તામાં રહેલ વિટામિન બી 6 અને ઝીંક રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. પિસ્તામાં લ્યુટિન, જીએક્સન્થિન અને જિંક હોય છે જે આંખોને સ્વસ્થ રાખે છે. તે આપણને માનસિક રીતે મજબૂત પણ કરે છે.

વાળને મજબૂત બનાવે છે :- પિસ્તામાં રહેલ વિટામિન ઇ હાનિકારક યુવી કિરણોથી આપણી ત્વચાને સુરક્ષિત રાખે છે અને અકાળ વૃદ્ધત્વના પ્રભાવોને રોકે છે. પિસ્તામાં હાજર કોપર ત્વચાની કરચલીઓ અને વાળ ખરવાની સમસ્યા સામે રક્ષણ આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments