આ ગુફા પિથોરાગઢ જિલ્લાના કનાલીછીના વિકાસખંડના ખનપર ગામમાંથી મળી આવી છે. આ ગુફા જ્યા મળી છે ત્યાં પહેલાથી જ એક પ્રખ્યાત દેવી મંદિર છે. દેવ ભૂમિ ઉત્તરાખંડમા એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના પિથોરાગઢ જિલ્લામાં એક લાંબી અને રહસ્યમય ગુફા મળી આવી છે. ભગવાન શિવ સાથે સંકળાયેલી અનેક કલાકૃતિઓ સહિત ગુફાની અંદર એક પ્રવાહ પણ છે.
સમાચાર અનુસાર આ ગુફા પિથોરાગઢ જિલ્લાના કનાલીછીના વિકાસખંડના ખનપર ગામમાંથી મળી આવે છે. આ ગુફા જ્યાં મળી છે તે પહેલાથી જ એક પ્રખ્યાત દેવી મંદિર છે. એવુ કહેવામા આવી રહ્યુ છે કે ઇશી દેવી મંદિરમા બ્યુટિફિકેશન અને કોતરણીનુ કામ ચાલી રહ્યુ હતુ તે દરમિયાન ત્યા એક ટેકરીની અંદર એક નાનકડી ગુફા દેખાઇ.
એવુ કહેવામા આવી રહ્યુ છે કે આ ગુફા ૧૫ મીટર લાંબી અને ૧૦ મીટર પહોળી છે. ગુફાને અંદરથી જોનારા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અંદરના લોકોમાંથી એકે કહ્યુ કે ગુફામા શ્વેત શિવલિંગની ઉપર ડુંગર માંથી ટપકતા પાણીનો પ્રવાહ, જળકુંડ, શંખ અને ગુફામા બનેલી તમામ કલાકૃતિ નજરે આવી.
ગુફાને જોવા પહોંચતા લોકોના ટોળાને ધ્યાનમા રાખીને ત્યાં ચાલતા કામો અટકાવી દેવામા આવ્યા હતા. અલ્મોરા પુરાતત્ત્વવિદ્ ચંદ્રસિંહ ચૌહણે ગુફાની મુલાકાત લીધી હતી અને કહ્યું કે તે એક કુદરતી ગુફા છે અને તે ખૂબ જ જૂની પણ છે. તેમણે કહ્યુ કે આ ગુફા પાતાળ ભુવનેશ્વરની તર્જ પર વિકસિત થઈ શકે છે. જોકે પુરાતત્ત્વ વિભાગ સાથે ગુફાના સર્વેક્ષણની વાત કરવામા આવી રહી છે.