અહિયાં જમીનમાં છુપાયેલો છે વિશાળ ખજાનો જે ઘણા રાજ્યોની કાયા પલટી શકે છે.

503

પ્રાપ્ત માહિતી અનુસાર જમશેદપુરના દાલમા પાસે પ્લેટિનમનો ભંડાર હોવાના સંકેત મળી રહ્યા છે કે લગભગ ૧૦૦ ચોરસ કિલોમીટરના મેદાનો, પહાડો અને જંગલોના કેટલાક વિસ્તારોમા પ્લેટિનમ હોવાની સંભાવના છે. જો આ સમાચારની પુષ્ટિ થાય તો ભારતની અર્થવ્યવસ્થાને પાંખો મળી શકે છે. તે ઘણા રાજ્યોની આર્થિક સ્થિતિમા પણ સુધારો કરી શકે છે. ખાસ વાત એ છે કે ઝારખંડ એક ખનિજથી પ્રભાવિત રાજ્ય છે. સિમડેગા કુર્ડેગ અને ચાઇબાસાના ચોકોહાતુમા પણ પ્લેટિનમના સંકેત મળ્યા છે.

નક્સલવાદ એ ઝારખંડની સૌથી મોટી સમસ્યા છે. અહી ઘણા એવા ક્ષેત્ર છે જે નક્સલવાદથી પ્રભાવિત છે. આવી સ્થિતિમા પોલીસને પણ આ વિસ્તારોમા જતા પહેલા વિચારવુ પડે છે. તો પછી વિષય નિષ્ણાતો આ સ્થળોએ જઈને સંશોધન કેવી રીતે કરી શકે.

તે જ સમયે વન વિસ્તારોમા સંશોધન પહેલા તે વિસ્તારના ડીએફઓને સરકાર દ્વારા પત્ર મોકલવામા આવે તો પછી જ કોઈ સંસ્થા તેના પર સંશોધન કરી શકે છે. આ સૌથી મોંઘી ધાતુમાંની એક છે. અમેરિકા, રશિયા, કેનેડા, ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમા પ્લેટિનમ વિપુલ પ્રમાણમા જોવા મળે છે.

ભારતની વાત કરીએ તો ઝારખંડ પહેલા ઓડિશા, તામિલનાડુ અને કર્ણાટકના વિસ્તારોમા પુરાવા મળી આવ્યા છે. વિશેષ વાત એ છે કે તેની પ્રથમ ખાણ ઓડિશાના કેઓંહોર જિલ્લામા ટૂંક સમયમા શરૂ થવાની સંભાવના છે.

Previous articleઆ ૧૧ માળ ની ઈમારત માટીની બનેલી છે અને જે વરસાદ આવવા છતાં તેને કોઈ નુકશાન થતું નથી.
Next articleઅજીબોગરીબ છે આ મંદિરનું રહસ્ય, આ મંદિરમાં ભક્તો આખે પાટા બાંધીને જ કરી શકે છે દર્શન…