Homeજયોતિષ શાસ્ત્રપૂજામાં શા માટે નાળિયેર વધેરવામાં આવે છે અને તેના પર ત્રણ આંખોનું...

પૂજામાં શા માટે નાળિયેર વધેરવામાં આવે છે અને તેના પર ત્રણ આંખોનું નિશાન કેમ હોય છે? જાણો તેની પૌરાણિક કથા વિષે…

હિન્દુ ધર્મમાં દરરોજ કોઈને કોઈ વ્રત કે તહેવાર હોય છે. આવી સ્થિતિમાં, પૂજા પાઠમાં વપરાયેલી વસ્તુઓનું પણ વિશેષ મહત્વ છે. પછી તે નારાછડી હોય કે બીજી અન્ય કોઈ વસ્તુઓ હોય. તેમાંથી નાળિયેર પણ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક પૂજામાં થાય છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની મૂર્તિ સામે અથવા કોઈ નવું કાર્ય શરૂ કરતા પહેલા નાળિયેર વધેરવાની પરંપરા છે. પછી લગ્ન, તહેવાર, પૂજા, નવા કાર્ય શરૂ કરવા, વાહન ખરીદવા વગેરે જેવા શુભ કાર્યોમાં નાળિયેરનું ખૂબ જ મહત્વનું છે, અને એક બીજી પણ વાત છે કે, કાચુ નાળિયેર ત્વચા અને વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, જાણો તેના અદ્ભુત ફાયદાઓ વિષે…

હિન્દુ ધર્મમાં નાળિયેર ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી મોટાભાગના મંદિરોમાં નાળિયેર વધેરવું અથવા અર્પણ કરવાનો રિવાજ હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, હિન્દુ ધર્મના લગભગ તમામ દેવી-દેવતાઓને નાળિયેર ચડાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાનને નાળિયેર વધેરીને અર્પણ કરવામાં આવે છે. પૂજાની સામગ્રીમાં નાળિયેર મેન વસ્તુ છે. કોઈપણ પૂજા નાળિયેર વિના અધૂરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાનને નાળિયેર અર્પણ કરવાથી દરેક વ્યક્તિની વેદના અને દુઃખ સમાપ્ત થાય છે અને સંપત્તિની પ્રાપ્ત થાય છે. પ્રસાદ તરીકે મેળેલા નાળિયેર ખાવાથી શરીરની નબળાઇઓ દૂર થાય છે.

એવું માનવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુ જયારે પૃથ્વી પર અવતાર ધારણ કરીને આકવ્યા હતા ત્યારે તે વખતે માતા લક્ષ્મી, નાળિયેરનું વૃક્ષ અને કામધેનુને (ગાયને) પૃથ્વી પર તેની સાથે લાવ્યા હતા. નાળિયેરનાં ઝાડને ‘કલ્પવૃક્ષ’ પણ કહેવામાં આવે છે, જેમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વાસ કરે છે. ભગવાન શિવને પણ નાળિયેર પસંદ છે. નાળિયેર પરની ત્રણ આંખોની તુલના શિવના ત્રિનેત્ર સાથે કરવામાં આવે છે. તેથી નાળિયેર ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ પૂજામાં થાય છે.

એવું માનવામાં આવે છે કે, એકવાર ઋષિ વિશ્વામિત્ર ઇન્દ્ર પર ગુસ્સે થયા અને બીજા સ્વર્ગનું નિર્માણ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તે બીજા સ્વર્ગની રચનાથી અસંતુષ્ટ હતા. તેથી તેઓએ આખી સૃષ્ટિ બીજા બનાવવાની શરૂઆત કરી હતી. પછી તેઓએ બીજી સૃષ્ટિની રચનામાં, તેમણે માનવ સ્વરૂપમાં નાળિયેર બનાવ્યું હતું. એટલા માટે નાળિયેરના શેલ (કાચલાં) પર બે આંખો અને ચહેરો રચાય છે. એક સમયે હિન્દુ ધર્મમાં પ્રાણીઓ અને મનુષ્યની બલિ સમાન વસ્તુ માનવામાં આવતી હતી, પછી આ પરંપરાને તોડીને માણસની જગ્યાએ નાળિયેર અર્પણ કરવાની પ્રથા શરૂ થઈ. પૂજામાં નાળિયેરને વધેરવાનો અર્થ એ છે કે, વ્યક્તિએ પોતાના ઈષ્ટ દેવના ચરણોમાં આત્મસમર્પણ કર્યું છે અને ભગવાન સમક્ષ તેનું કોઈ અસ્તિત્વ નથી. તેથી પૂજામાં ભગવાન સમક્ષ નાળિયેર વધેરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments