મુંબઈ માં મોટી થયેલી નીતા અડ્પ્પા એ ૬ મહિના નોકરી કરીને એટલા માટે નોકરી છોડી કે તે તેની આવડત ને કોઈ જાતના બંધનમાં બાંધવા નોતી માંગતી. નીતા ના લગ્ન થઈ ગયા પછી તે જયારે બેંગ્લોર ગઈ અને ત્યાં તે તેની કોલેજ ની જુનીયર અનીશા દેસાઈ ને મળી ત્યારથી તેની ઈચ્છાઓ ને પાંખો આવી ગઈ હતી. ૨૩ વર્ષ પહેલા બન્ને એ એકસાથે મળીને ૧૦,૦૦૦ રુપીયા થી એક બ્યુટી-પ્રોડક્ટની કંપનીની શરૂઆત કરી હતી. તેમના સપના ખુબજ મોટા હતા એટલે મુશ્કેલી પણ એટલી જ આવી પરંતુ તેમની ઉમ્મીદ ખુબજ મોટી હતી. શરૂઆત માં કરજ પર ચાલવાવાળો આ ધંધો “પ્રકૃતિ હર્બલ” આજે દેશભરમાં અનેક પ્રતિષ્ઠિત હોટલ અને હોસ્પિટલ વગેરે માં ૧૦,૦૦૦ કીટ સપ્લાઈ કરે છે. આ ઉપરાંત તે ઈન્ટરનેટ ના માધ્યમ દ્વારા ૫૦૦૦ જેટલી પ્રોડક્ટ સીધી જ ગ્રાહકને વેચે છે. પ્રકૃતિ હર્બલ તેની પ્રોડક્ટ જેમ કે શેમ્પુ, કંડીશનર, હેર માસ્ક, હેર જેલ, ફેસ માસ્ક વગેરે બનાવવા માટે ફક્ત પ્રાકૃતિક સામગ્રી જેવી કે એલોવેરા, હળદર, તજ વગેરે નો ઉપયોગ થાય છે.
ધંધાની શરૂઆત :- મુંબઈ ની SNDT યુનિવર્સીટી માંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થયા પછી નીતા ૧૯૯૨ માં એક દવાની કંપનીમાં નોકરી કરતી હતી. ૬ મહિના પછી તેની સગાઈ થઇ અને તેણે તે નોકરી છોડી દીધી હતી અને લગ્ન કરીને બેંગ્લોર સ્થાયી થઇ ગઈ હતી. તેને પોતાની જાત મહેનત પર કંઇક કરવું હતું.આના માટે નીતાએ તેના મગજમાં બ્યુટી-પ્રોડક્ટ ના ક્ષેત્ર માં ઝંપલાવવાનું નક્કી ત્યારે કર્યું જયારે તેના લગ્ન પછી તેના ચહેરા પર ડાઘા પડી ગયા હતા જે આવી પ્રોડક્ટ ની ખરાબ અસર ના લીધે થયું હતું.
બેંગ્લોર પહોચ્યા પછી તેને જાણવા મળ્યું કે અનીશા પણ બેંગ્લોર માં જ છે. તેણે તેનો સંપર્ક કર્યો અને આ ધંધા ની શરૂઆત કરી હતી. શરૂઆત નું વર્ષ શેમ્પુ અને એલોવેરા મોઇશ્ચુરાઇઝર ના સેમ્પલ બનાવામાં નીકળી ગયા. આના ૨ વર્ષ પછી ૧૯૯૪ માં આ બન્ને એ તેના સેમ્પલ માર્કેટમાં લોન્ચ કર્યા.
આ ધંધામાં શરૂઆતમાં સૌથી મોટી મુશેલી એ હતી કે તેમની પાસે કોઇપણ ગ્રાહક ન હતા અને તેમની પાસે માર્કેટિંગ નો અનુભવ પણ ન હતો. આટલા માટે તેમણે બન્ને એ સૌથી પહેલા આ પ્રોડક્ટ તેમના પરિવારજનો અને મિત્રોને આપ્યા. આમાં તેમને સકારાત્મકતા મળી અને તેમનો આત્મવિશ્વાસ વધ્યો. આના પછી તે પાર્લર માં સેમ્પ્લ વેચવા માંડી અને તેમને પહેલો મોટો ઓર્ડર પણ મળી ગયો.
આ ઓર્ડર બેંગ્લોરના નાહર હેરીટેજ હોટલ નો હતો જેને શેમ્પુ અને મોઈશ્ચરાઈઝર ની જરૂર હતી. સમયસર ઓર્ડર પૂરો કરવાથી અને વસ્તુની ગુણવતા સારી હોવાથી આ હોટેલવાળા એ તેમની જરૂરિયાતની બધી જ વસ્તુનો ઓર્ડર તેમને આપી દીધો હતો. આવી રીતે ૧૮ પ્રોડક્ટ ની કીટ જેમાં શાવર પ્રોડક્ટ, કાંસકો, જેલ વગેરે આવે છે. વર્ષ ૨૦૦૦ માં તૈયાર કરેલ આ કીટ હવે બીજી ઘણી મોટી-મોટી હોસ્પિટલ અને હોટલમાં મોકલવામાં આવે છે.
આ સફર આસન ન હતો કારણ કે થોડાક વર્ષ પછી અનીષા ને બેંગ્લોર છોડવું પડ્યું હતુ. આ સમયે નીતા તેના કામ માં એકલી થઇ ગઈ હતી. કારણકે તેને એકલા હાથે વેચાણ, પેકિંગ અને બીજી ઘણી સમસ્યા નો સામનો કરવો પડ્યો હતો.
નીતા કહે છે કે તેને ખુબજ મહેનત કરી અને આ મુશ્કેલીઓ વચ્ચે પણ તેણે સંતુલન જાળવી રાખ્યું હું. તે તેના બાળકોનો ઉછેર કર્તાની સાથે-સાથે સમાન ની ડીલીવરી પણ સમયસર કરતી હતી.
ખુબજ જલ્દી આ કંપનીને દેશની પ્રતિષ્ઠિત હોટેલ જેવી કે રોયલ ઓર્કિડ હોટેલ, ધ ગોલ્ડમેન સાક્શ સ્પા, પાર્ક હોટેલ વગેરેમાંથી ઓર્ડર આવવા લાગ્યા હતા. આ પછી તેને રીટેલ માર્કેટ માં પણ સફળતા મેળવી હતી. આના પછી નીતાને ધંધાને લગતા ઘણા સેમીનાર, વર્કશોપ અને મીટીંગ માં પણ ભાગ લીધો હતો. આમ કરવાથી તેની કંપનીને ઘણોજ ફાયદો થયો હતો અને તેનો આત્મવિશ્વાસ પણ વધ્યો હતો.
રીટેલ માર્કેટમાં સફળતા મેળવ્યા પહેલા નીતાએ સોશિઅલ મીડિયા પર પણ એક પેજ બનાવ્યું હતું અને તેની પ્રોડક્ટ વિષે નીતા લોકોને ફેસબુક ના ઇન્બોક્ષ માં મફતની જ સલાહ દેવા માંડી હતી. હવે નીતાની છોકરી જેણે તેનો અભ્યાસ પૂરો કર્યો હતો તે પણ આ ધંધામાં લાગી ગઈ છે.
હવે આ બન્ને માં-દીકરી ની જોડી વેબસાઈટ બનવા ઉપરાંત પ્રોડક્ટ રી-ડીઝાઇન પણ કરે છે અને તેની પ્રોડક્ટ ને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માર્કેટ માં જગ્યા મળે તેવો પ્રયત્ન કરે છે. હાલમાં જ તેમને તેમની પ્રોડક્ટ નું પેકિંગ નો બદલાવ કર્યો છે અને હવે બાયોડીગ્રેડેબલ પેકિંગ કરે છે. નીતા ખે છે કે આપણને આપણી જાત પર ભરોસો હોવો જોઈએ. જો તમે જ તમારી જાત પર ભરોસો નહિ રાખો તો દુનિયા પાસે શા માટે ઉમ્મીદ કરો છો. જો ગ્રાહક ની જરૂરિયાત જ તમારો ધંધો પૂરો કરે છે તો તમને સફળતા જરૂર મળશે. એટલા માટે ડર ને પાછળ મુકીને સફર પર નીકળી પડો.