શું તમે લગ્ન પહેલા ફોટોશૂટ કરવા માંગો છો તો તેના માટે આ ૭ જગ્યાઓ સૌથી શ્રેષ્ઠ છે, કે જે ખુબજ યાદગાર બની રહેશે.

252

જો તમે પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે કોઈ સ્થળ શોધી રહ્યા છો તો અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે ફોટોશૂટ કરાવી શકો છો અને આ એવી જગ્યા છે કે જે તમારી માટે ખુબજ યાદગાર બની રહેશે. લગ્ન પહેલાં તમારા જીવનસાથી સાથે વિતાવેલી પળોને કેમેરામા કેદ કરવાનો ટ્રેન્ડ આજકાલ યુવાનોમા ફેશન બની ગઈ છે. આજે દરેક પ્રી-વેડિંગનુ શૂટિંગ કરી રહ્યા છે અને દરેક જણ ઇચ્છે છે કે તેમના ફોટા સર્વશ્રેષ્ઠ આવે. આ માટે તેમણે એક સ્થાન શોધવુ પડશે જ્યા તેમના સંબંધોની વ્યાખ્યા કરી શકાય અને આ માટે તેઓ ગમે ત્યા જવા તૈયાર છે. દરેક જણ ખૂબ સુંદર સ્થાનની શોધમા હોય છે. તો ચાલો આજે તમને આવી જ સુંદર જગ્યાઓ વિશે પણ જણાવીએ.

જો તમારા લગ્ન નક્કી થઈ ગયા છે અને તમે પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવવા માંગતા હો તો તમારા માટે આ શ્રેષ્ઠ સમય છે કારણ કે આ દિવસોમા ચોમાસાને કારણે હવામાન સુખદ બની જાય છે. આવી સ્થિતિમા જો તમે પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે કોઈ સ્થળ શોધી રહ્યા છો તો અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશુ જ્યા તમે ફોટોશૂટ કરાવી શકો છો અને ગૌરવપૂર્ણ યાદો મેળવી શકો છો.

૧) આગ્રા :- પ્રેમના સૌથી પ્રખ્યાત પ્રતીક તાજમહલ કરતા ભારતમા પ્રિ-વેડિંગ શૂટ માટે બીજુ કોઈ સ્થાન હોઇ શકે નહી. ખાસ કરીને એવા યુગલો માટે જે માને છે કે તેમનો પ્રેમ અનંતકાળ રહેશે. સફેદ આરસનુ સ્મારક અને તેનો ભવ્ય મહત્વ તમારી લગ્ન પહેલાની યાદોને અદભૂત પૃષ્ઠભૂમિ પ્રદાન કરશે.

૨) ગોવા :- લગ્ન પહેલાના ફોટોશૂટ માટે ગોવાના બીચ એક શ્રેષ્ઠ સ્થાન છે. આકર્ષક અને રોમેન્ટિક ગોવામા તમે તમારા મૂડ પ્રમાણે ફોટા ક્લિક કરી શકો છો. અહીંની પ્રાકૃતિક સુંદરતા એવી છે કે દરેક દંપતીના ફોટામા પ્રતિબિંબિત થશે.

૩) ઉદયપુર :- જો તમે તળાવના શહેર ઉદેપુરમા તમારુ પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવશો તો અહી લેવામા આવેલી તસવીરો ખૂબ સુંદર હશે. તે જ સમયે તમે અહીં ફોટોશૂટ દરમિયાન પણ ખૂબ આનંદ માણશો.અહીં કિલ્લાઓ, મહેલો, સરોવરો, ટેકરીઓ અને ઘણા ઐતિહાસિક સ્થળો છે જે ફોટોશૂટ અનુસાર ખૂબ જ સુંદર છે. ખાસ વાત એ છે કે ચોમાસા દરમિયાન અહીંની સુંદરતામા વધુ વધારો થાય છે.

અહીં કિલ્લાઓ, મહેલો, સરોવરો, ટેકરીઓ અને ઘણા ઐતિહાસિક સ્થળો છે જે ફોટોશૂટ અનુસાર ખૂબ જ સુંદર છે. ખાસ વાત એ છે કે ચોમાસા દરમિયાન અહીંની સુંદરતામા વધુ વધારો થાય છે.

૪) જયપુર :- લગ્ન પહેલાના ફોટોશૂટ માટે પરફેક્ટ સ્ળળ જયપુર છે. જયપુરમા તમને મહેલો, કિલ્લાઓ, સરોવરો અને પર્વતોના સુંદર સ્થાનો મળશે. અહીં તમે આમેર કિલ્લાની અંદર કનક વૃંદાવન, જલ મહેલ, મનસાગર તળાવ, શીશ મહેલ સહિત વિવિધ સ્થળોએ ફોટોશૂટ કરાવી શકો છો.

૫) લદાખ :- લદાખ એ તમારા લગ્નના ફોટોશૂટ માટે સુંદરતા અને રોમાંસનુ સંપૂર્ણ મિશ્રણ છે. ઉત્તર ભારતનો મુકુટ લદ્દાખ પોતાનામા એક સાહસ છે. આ સ્થાનની આકર્ષક સુંદરતા તમારા લગ્ન પહેલાંના ફોટોશૂટ માટેનુ આદર્શ પૃષ્ઠભૂમિ હશે જે તમારા ગાંડપણ અને સાહસને પ્રકાશિત કરશે.જો તમારે ઉનાળામા ફોટોશૂટ લેવાનુ ટાળવુ હોય તો લદાખ જાવ. અહીં ક્લિક કરેલા ચિત્રો તમને તમારા જીવનભરની આ રોમાંચક પ્રવાસની યાદ અપાવશે.

૬) કેરળ :- કેરળ તેની કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. જો તમે કેરળના લીલાછમ કુદરતી દ્રશ્યો વચ્ચે ફોટોગ્રાફ મેળવતા હોય તો તેમા કોઈ શંકા નથી કે તમારા ફોટા શાનદાર હશે. બોટ પર સવારી કરતી વખતે અથવા બેકવોટર્સમા સવારી કરતી વખતે તમારા જીવનના સૌથી સુંદર લગ્ન પહેલાના ફોટોશૂટનો આનંદ લો.કુમારકોમ લેક રિસોર્ટ ભારતમા લગ્ન પહેલાના શૂટિંગ માટેનુ એક શ્રેષ્ઠ સ્થાન છે. જે તમારી પ્રેમ કથાના રોમેન્ટિક એન્ગલને સુંદર રીતે પ્રકાશિત કરશે.

૭) ગુલમર્ગ :- જો તમે શિયાળાની સીઝનમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે કોઈ સ્થળ શોધી રહ્યા છો તો ગુલમર્ગથી વધુ સારી કોઈ જગ્યા હોઇ શકે નહી. કાશ્મીરમા આવેલા ગુલમર્ગ પૃથ્વીનુ સ્વર્ગ છે અને લગ્ન પહેલાના ફોટોશૂટ માટે આનાથી વધુ સારી જગ્યા કઈ હોય શકે. રોમેન્ટિક પ્રી-વેડિંગ તસવીરોની શોધમા રહેલા લોકો માટે ગુલમર્ગ ભારતનુ પરફેક્ટ સ્થાન છે.

Previous articleશું તમે તમારી યુવાન ત્વચાને ચમકતી રાખવા માંગો છો તો ફૂદીનાના તેલથી તમને થશે ખુબજ મોટો ફાયદો.
Next articleશું તમે જાણો છો કે આ દર વર્ષે જે નોબલ પ્રાઈઝ આપવામાં આવે છે તેના જનેતા કોણ છે અને તેની પાછળ નું કારણ શું છે.