Homeધાર્મિક૪૭૭ વર્ષથી માચીસ બોક્સ વિના મંદિરમા સળગી રહી છે ભઠી અને તેનો...

૪૭૭ વર્ષથી માચીસ બોક્સ વિના મંદિરમા સળગી રહી છે ભઠી અને તેનો ઉપયોગ ભોગ બનાવવામા કરવામા આવે છે.

આપણા દેશમા ઘણા પ્રાચીન ધાર્મિક સ્થળો છે. દરેકની પોતાની લાક્ષણિકતાઓ અને વાર્તાઓ હોય છે જેના વિશે લોકો જાણીને આશ્ચર્યચકિત થાય છે. આજે અમે તમને આવા જ એક મંદિરના વિચિત્ર રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જોયા વિના તેને માનવુ ખરેખર શક્ય નથી. અમે વૃંદાવન સ્થિત શ્રી રાધારમણ મંદિરની વાત કરી રહ્યા છીએ જ્યા છેલ્લા ૪૭૭ વર્ષથી એક ભઠ્ઠી સતત સળગી રહી છે.

આ ભઠ્ઠી ઘણા વર્ષોથી સળગી રહી છે. તેનો ઉપયોગ ઠાકુરજીની રસોઈ તૈયાર કરવા માટે કરવામા આવે છે. આ ભઠ્ઠીનો ઉપયોગ શ્રી રાધારમણ મંદિરમા દીવો પ્રગટાવવા અને પ્રસાદ તૈયાર કરવા માટે પણ થાય છે. આ ભઠ્ઠી અને રસોડાનુ વર્ણન કરતા સેવાયત શ્રીવાત્સ ગોસ્વામી કહે છે કે આ ભઠ્ઠી હંમેશા સળગતી રહે છે.

દરરોજ ઉપયોગમા લેવામા આવતી આ ૧૦ ફૂટની ભઠ્ઠી રાત્ર દરમિયાન ઢકાયેલી હોય છે. સૌ પ્રથમ તેમા લાકડુ નાખવામા આવે છે અને તે પછી રાખ ઉપરથી ઉડાડી દેવામા આવે છે જેથી તેની જ્યોત ઠંડી ના થાય. બીજા દિવસે સવારે ફરીથી લાકડા તેમા નાખીને સળગાવામા આવે છે.

મંદિરના બીજા પ્રધાન આશિષ ગોસ્વામીએ કહ્યું કે રસોડાની અંદર કોઈ બહારનો વ્યક્તિ પ્રવેશ કરી શકતો નથી. ફક્ત મંદિરની સેવા કરવાવાળા જ દાખલ થઈ શકે છે અને તે પણ ફક્ત ધોતી પહેરીને. એકવાર અંદર ગયાપછી તમે સંપૂર્ણ પ્રસાદ ન બને ત્યાં સુઘી કોઈ બહાર આવી શકતુ નથી. જો તમારે કોઈ કારણોસર બહાર જવુ પડ્યુ હોય તો પણ તમારે ફરીથી અંદર પ્રવેશવા માટે ફરીથી સ્નાન કરવુ પડે છે.

આ ભઠ્ઠીનો એક રસપ્રદ ઇતિહાસ જે મુજબ વર્ષ ૧૫૧૫ મા ચૈતન્ય મહાપ્રભુ વૃંદાવન આવ્યા હતા. તે સમયે તેમણે ૬ ગોસ્વામીઓને તીર્થસ્થાનોના વિકાસની જવાબદારી સોંપી હતી. આમાંના એક ગોપાલ ભટ ગોસ્વામી હતા જે દક્ષિણ ભારતના ત્રિક્લાપલ્લીમા સ્થિત શ્રીરંગમ મંદિરના મુખ્ય પૂજારીના પુત્ર હતા.

ચૈતન્ય મહાપ્રભુના આદેશનુ પાલન કરતા ગોપાલ ભટ્ટે દરરોજ જ્યોતિર્લિંગની પૂજા કરતા હતા. દામોદર કુંડની મુલાકાત દરમિયાન તે આ દ્વાદશ જ્યોતિર્લિંગને વૃંદાવન લાવ્યા હતા. વર્ષ ૧૫૩૦ માં ગોપાલ ભટ્ટન ચૈતન્ય મહાપ્રભુના ઉતરાધિકારી બન્યા હતા. ૧૫૩૩ મા ચૈતન્ય મહાપ્રભુની લીલા પૂર્ણ થઈ ગઈ હતી.

તે લગભગ તેમણે ઈ.સ ૧૫૪૨ ની વાત છે. નરસિંહ ચતુર્દશીના દિવસે ગોપાલ ભટ્ટની નજર સાલિગ્રામ શીલા પાસે સાપ પર પડી હતી. જ્યારે તેમણે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે શીલા રાધારમણ સ્વરૂપે પ્રગટ થઈ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments