દેશમા દેવીમાતા ના આવા ઘણા મંદિરો છે જે ચમત્કારિક તેમજ રહસ્યમય પણ છે. બિહારમા પણ દેવી માનુ એવુ જ એક આશ્ચર્યજનક મંદિર છે. આ મંદિરનુ નામ રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી છે. એવુ કહેવામા આવે છે કે અહી રાતના અંધારામા હાસ્યનો અવાજ સંભળાય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ તેનાથી સંબંધિત રહસ્ય શોધી શક્યુ નથી.
બિહારના બક્સરમા સ્થિત આ મંદિરમા અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. આમા બંગલામુખી માતા, દત્તાત્રેય ભૈરવ, બટુક ભૈરવ, અન્નપૂર્ણા ભૈરવ, કાળ ભૈરવ અને માતંગી ભૈરવ વગેરેની મૂર્તિ શામેલ છે. સ્થાનિક લોકો અને પુજારીઓ અનુસાર આ મંદિરમા સ્થાપિત મૂર્તિઓ રાત્રે વાતો કરે છે અને હાસ્ય કરે છે. જે કોઈ રાત્રે મંદિરની બાજુમાંથી પસાર થાય છે તેને હાસ્યનો અવાજ સંભળાય છે.
ઘણા લોકોએ આ રહસ્ય શોધી કાઢવાનો પ્રયાસ કર્યો છે. અનેક ટીમો પણ તપાસ માટે આવી હતી પરંતુ કોઈને અહી ઉકેલ મળ્યો નથી. એવુ કહેવામા આવે છે કે મંદિરમાંથી બોલવાનો અવાજ પણ સંભળાય છે. પરંતુ આ શબ્દો બહુ સ્પષ્ટ હોતા નથી. એક સંશોધન ટીમ પણ આ શોધવા માટે ગઈ હતી પરંતુ તપાસમા તેઓ આ માટેનુ કારણ શોધી શક્યા નહી. જો કે તેણે સ્વીકાર્યું કે મંદિરમા કેટલીક વિચિત્ર ઘટનાઓ બનતી હતી.
મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ આ મંદિર તંત્ર સાધના માટે પ્રખ્યાત છે. જે લોકો અહી તપસ્યા કરે છે તે ઝડપથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ઘણા સાધકો અહીં ધ્યાન માટે આવે છે. એવુ કહેવામા આવે છે કે આ મંદિર ૪૦૦ વર્ષ જૂનુ છે. તે પ્રખ્યાત તાંત્રિક ભવાની મિશ્રા દ્વારા બનાવવામા આવ્યુ હતુ.