Homeખબરએક રાજા હતો ૩૬૫ રાણીઓનો એકમાત્ર પતિ, રોજ રાત્રે અલગ-અલગ બેડરૂમમાં પસાર...

એક રાજા હતો ૩૬૫ રાણીઓનો એકમાત્ર પતિ, રોજ રાત્રે અલગ-અલગ બેડરૂમમાં પસાર કરતો હતો રાત.

આજના આધુનિક યુગમા એક કરતા વધારે લગ્ન કરવા ગેરકાયદેસર છે. જો કે તમે જીવનસાથીને છૂટાછેડા આપી શકો છો અને બીજા લગ્ન કરી શકો છો પરંતુ બે લગ્ન એક સાથે કરવા આજના સમયમા યોગ્ય નથી. લગભગ દરેક વ્યક્તિ જાણે છે કે બ્રિટીશરો પહેલા આપણા દેશમા રાજાઓ અને સમ્રાટોનુ શાસન હતુ. વળી એ પણ સાચું છે કે જ્યા ઘણા રાજાઓ એક લગ્ન કરતા તો ઘણા રાજાઓ એક કે બે નહીં પણ ઘણા લગ્ન કરાવતા હતા. આ યાદીમાં રાજા ભૂપેન્દ્રસિંહ મહારાજનું નામ છે. ભુપેન્દ્ર સિંહને ૩૬૫ રાણીઓ હતી. આશ્ચર્ય ન થાવ કારણ કે તે સંપૂર્ણપણે સાચુ છે. ચાલો અમે તમને તેમના વિશેની ખાસ વાતો જણાવીએ.

ભૂપેન્દ્રસિંહે પટિયાલા પર શાસન કર્યું હતુ. તેમણે ૧૯૦૦ થી ૧૯૩૮ સુધી શાસન કર્યું હતુ. આ સમય દરમિયાન તેમણે ઘણા મોટા નિર્ણયો પણ લીધા. તે જ સમયે પોતાની પાસે કુલ ૩૬૫ રાણીઓ હતી જેના માટે તેમણે અલગથી ઘણા ભવ્ય મહેલો બનાવ્યા હતા.

પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તે કઇ રાણી સાથે ક્યારે રાત પસાર કરશે તે અલગ રીતે નક્કી કરતા હતા. કારણ કે જો જોવામાં આવે તો વર્ષમા ૩૬૫ દિવસ હોય છે અને આ દિવસના હિસાબ પ્રમાણે તેમની પાસે દરેક દિવસ માટે એક અલગ રાણી હતી.

ખરેખર રાજાના મહેલમા ઘણા ફાનસ સળગાવવામા આવ્યા હતા. પરંતુ સૌથી ખાસ વાત એ હતી કે પોતાની ૩૬૫ રાણીઓ માટે અલગથી ફાનસ સળગાવામા આવતા હતા. આ ફાનસોમા બધી રાણીઓના નામ હતા. તે જ સમયે આ ફાનસ રાતે સળગ્યા પછી સવારે જે ફાનસ પ્રથમ બુઝાય ત્યારે રાજા ફાનસમા લખેલું નામ વાચે અને પછી તે રાણી સાથે રાત પસાર કરતા હતા. આ પદ્ધતિ હજી પણ દરેકને આશ્ચર્ય કરે છે કે રાજા આવુ કરતા હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments