જો તમે આ શીર્ષક વાંચીને વિચારી રહ્યા છો કે આ મંદિર મુંબઈનુ સિદ્ધિવિનાયક મંદિર હશે પણ એવુ નથી. દરેક શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાન ગણેશનુ સ્મરણ કરવામા આવે છે. મુંબઈનુ સિદ્ધિવિનાયક મંદિર ભગવાન ગણેશના પ્રખ્યાત મંદિરોમાંનુ એક છે પરંતુ એક એવુ મંદિર પણ છે જ્યા કોઈ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશને પત્ર મોકલવામા આવે છે. કેટલાક લોકો આ મંદિરમા પોતના લગ્ન કાર્ડ મોકલ્યા પછી જ શગુનના બાકીના કામ શરૂ કરે છે. ચાલો અમે તમને જણાવીએ કે મંદિર કયુ છે જ્યા ભગવાન ગણેશજીને લગ્નના કાર્ડ અને પત્રો મોકલવામા આવે છે.
ભારત એક એવો દેશ છે જ્યાં વિશ્વાસ અને માન્યતાના ઉદાહરણો બધે જોવા મળે છે. આજકાલ જ્યા લોકો ઇન્ટરનેટ, ઇમેઇલ અને ફોનનો ઉપયોગ કરે છે તો બીજી બાજુ એવી જગ્યા છે કે જ્યા આજે પણ લાખો લોકો પત્રો અને લગ્ન કાર્ડ મોકલે છે. આશ્ચર્યની વાત એ છે કે આ પત્રો કોઈ પણ વ્યક્તિને નહી પરંતુ ભગવાન ગણેશને મોકલવામા આવે છે.
રાજસ્થાનના રણથંભોરના કિલ્લામા ગણેશ મંદિર બનાવવામા આવ્યુ છે. લોકો આ મંદિરમા પત્રો મોકલીને ભગવાન ગણેશને યાદ કરે છે. એવુ નથી કે રાજસ્થાનના લોકો જ અહી પત્રો અને લગ્નના કાર્ડ મોકલે છે પરંતુ ઘણા માઇલ દૂરના લોકો પણ ગણપતિને લગ્નના આમંત્રણ કાર્ડ મોકલે છે. આ મંદિરમા ગણપતિને દરેક શુભ કાર્ય પહેલા આમંત્રણ મોકલવામા આવે છે.
આ મંદિર ૧૦ મી સદીમા રણથંભોરના રાજા હમીરે બનાવ્યુ હતુ. એવુ કહેવામા આવે છે કે ભગવાન ગણેશ યુદ્ધ દરમિયાન રાજા હમીરના સ્વપ્નમા આવ્યા હતા અને તેમને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ એક યુદ્ધમા રાજા વિજયી થયા હતા ત્યારબાદ રાજાએ આ મંદિર બનાવ્યુ હતુ.
આ મંદિરના ગણપતિની મૂર્તિ અલગ છે. આ મંદિરની મૂર્તિમા ભગવાન ગણેશની ત્રણ આંખો છે. ભગવાન ગણેશ તેમની પત્ની રિદ્ધિ, સિદ્ધિ અને તેમના પુત્ર શુભ-લાભ સાથે બેસે છે. ગણેશજી નુ વાહન ઉંદર પણ તેની સાથે છે. આ મંદિરમા ગણેશ ચતુર્થીની ધૂમધામથી ઉજવણી કરવામા આવે છે.
ઘણા લોકો પોતાના ઘરના દરેક મંગલ કામોનુ પ્રથમ કાર્ડ આ મંદિરના ગણપતિને મોકલે છે. સરનામુ લગ્ન કાર્ડ અને પત્રો પર લખવામા આવે છે ”શ્રી ગણેશજી, રણથંભોરનો કિલ્લો, જિલ્લો- સવાઈ માધાપુર, રાજસ્થાન ”. પોસ્ટમેન પણ આ પત્રો સંપૂર્ણ નિષ્ઠાથી મંદિરમા મોકલે છે અને ત્યારબાદ પુજારીઓ ભગવાન ગણેશની સામે પત્રો અને લગ્નના કાર્ડ વાંચે છે. એવુ માનવામા આવે છે કે આ મંદિરમા ભગવાન ગણેશને આમંત્રણ મોકલવાથી તમામ કાર્યો ખુશી અને શાંતિથી પૂર્ણ થાય છે.