ભારતમા ધાર્મિક સ્થળોની કોઈ કમી નથી જે પોતાના ચમત્કારો માટે પ્રખ્યાત છે. આજે અમે તમને આવા જ એક સ્થાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ ૨૦ કિલોમીટર દૂર સ્થિત છે. આ સ્થાનનુ નામ અડચોરો છે. ડુંગર પર શિવનુ એક પ્રાચીન મંદિર છે. જેને લાદા મહાદેવ ટાંગરાના નામથી ઓળખવામા આવે છે.
આ સ્થાન બે મોટા કારણોસર પ્રખ્યાત છે જેમાંથી પ્રથમ મંદિર સંકુલમા એક વિશાળ પથ્થર છે. એવુ માનવામા આવે છે કે જો કોઈ ભક્ત સાચા મનથી ખડક ઉપર હાથ ફેરવે તો તેમાંથી પાણી નીકળવાનુ શરૂ થય જાય છે અને તેની ઇચ્છા પણ પૂર્ણ થાય છે.
બીજું કારણ એ છે કે પથ્થર પર ચાર રામાયણ કાળના પગના નિશાન છે. એવુ માનવામા આવે છે કે રામ અને સીતા વનવાસ દરમિયાન અહી આવ્યા હતા અને અહી તેમના પગલાના નિશાન છે. અહી આવતા ભક્તો આ નિશાનોને સ્પર્શ કરે છે અને ભગવાનના આશીર્વાદ લે છે.
આ બે કારણોને લીધે વર્ષભર ભક્તો અહી આવતા રહે છે. ખાસ કરીને રામનવમીના દિવસે અહી ઘણી ભીડ રહે છે. આ પ્રસંગે દિવસમા લાંબા સમય સુધી મહાદેવને પાણી, ફૂલો અને દૂધથી અભિષેક કરવામા આવે છે. આ સમય દરમિયાન મંદિરના પુજારી પૂજા-અર્ચના કરે છે. અહી એક જૂની પરંપરા છે જે મુજબ સાત ગામોના લોકો પોતાના ધ્વજ સાથે અહી ભેગા થાય છે અને ત્યારબાદ શોભાયાત્રા કાઢવામા આવે છે. રામનવમીની સાથે અહીં શિવરાત્રી અને શ્રાવણ મહિનાના સમયે વિશેષ કાર્યક્રમો યોજવામા આવે છે.