Homeધાર્મિકજાણો, મહાતપસ્વીની અને રામ ભક્ત માતા શબરીના જીવનની પાવન કથા વિષે...

જાણો, મહાતપસ્વીની અને રામ ભક્ત માતા શબરીના જીવનની પાવન કથા વિષે…

શબરીનું વાસ્તવિક નામ શ્રમણા હતું. શબરી શ્રી રામની પરમ ભક્ત હતી. શબરીનો જન્મ ભીલ જાતિમાં થયો હતો. જ્યારે શબરીના લગ્ન થવાના હતા, ત્યારે આગળના દિવસે ભોજન માટે અનેક બકરીઓની બલિ આપવાની હતી. શ્રમણાને આ વાતની જાણ થતાં તેણે તેની માતાને આ જીવનો વધ ન કરવાની વિનંતી કરી.

પરંતુ તેની માતાએ તેને કહ્યું કે, તેઓ ભીલ જાતિના છે અને ભીલ જાતિમાં એવી પરંપરા છે કે મહેમાનોનું સ્વાગત આ ભોજન દ્વારા જ કરવામાં છે. શબરી આ વાત સહન કરી શકી નહીં. શબરી એવું ઈચ્છતી હતી નહીં કે, તેના કારણે આટલા બધા જીવોની હત્યા કરવામાં આવે. પછી શબરી કોને પૂછ્યા વગર રાત્રે ઘર છોડીને જંગલ તરફ નીકળી ગઈ.

તે જંગલમાં ઋષિ-મુનિઓની ઝૂંપડીમાં પહોંચી અને ત્યાં તેને આશ્રય માંગ્યો, પરંતુ તે ભીલ જાતિની હોવાને કારણે ઋષિઓએ તેને આશ્રય આપ્યો નહીં. અંતે માતંગ ઋષિએ તેને તેમના આશ્રમમાં રહેવા માટે આશ્રય આપ્યો. શબરી તેની વર્તણૂક અને કાર્ય-કુશળતાથી તમામ આશ્રમવાસીઓની પ્રિય બની ગઈ. માતંગ ઋષિએ તેમના દેહ ત્યાગ સમયે શબરીને કહ્યું કે ભગવાન રામ એક દિવસ તમને મળવા આ ઝૂંપડીમાં જરૂર આવશે! તેમે તેમની પ્રતીક્ષા કરજો.

ભગવાન રામ જ તમારો ઉદ્ધાર કરશે. આમ દિવસો વીતી ગયા. શબરી દરરોજ બધા માર્ગો અને ઝૂંપડીઓ સાફ કરતી અને ભગવાન રામની રાહ જોતી હતી. દરરોજ આ કાર્ય કરતી-કરતી શબરી વૃદ્ધ થઈ ગઈ, પણ રામની પ્રતીક્ષા કરવાનું છોડ્યું નહીં તે તેના ગુરુના વચનમાં વિશ્વાસ હતો. શબરીએ આખી જીંદગી શ્રી રામની પ્રતીક્ષા કરી. 

આમ અંતે શબરીની પ્રતીક્ષા પુરી થઈ અને ભગવાન શ્રી રામ તેમના નાના ભાઈ લક્ષ્મણ સાથે માતા સીતાની શોધ કરતી વખતે માતંગ ઋષિના આશ્રમમાં પહોંચ્યા. શબરીએ ભગવાન શ્રી રામને ઓળખી લીધા, અને તેણે ભગવાન શ્રી રામચંદ્રજીને અંદર સત્કાર આપ્યો.

શબરી રામ માટે કંદ-મૂળ લાવી. કંદ-મૂળોની સાથે તે પોતે ચાખેલા મીઠા બોર પણ લાવી. તેણે કંદ-મૂળને ભગવાન રામને અર્પણ કર્યા. પરંતુ તે બોર આપવાની હિંમત કરી શકતી નહોતી. બોર ખરાબ અને ખાટા તો નહી નીકળે તેને આ વાતનો ડર હતો. પછી તેણે બોર ચાખવાનું શરૂ કર્યું. સારા અને મીઠા બોર તેણે શ્રીરામને કોઈ સંકોચ વિના આપવાનું શરૂ કર્યું. શ્રીરામ તેની સાદગીથી મોહિત થ ગયા.

રામે ખૂબ જ પ્રેમથી શબરીના એઠાં બોર ખાધા. શ્રી રામને શબરીના એઠાં બોર ખાતા જોઈ લક્ષ્મણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ શ્રી રામ શબરીની ભક્તિ અને સાદગીથી સંપૂર્ણપણે મોહિત થઈ ગયા હતા. શ્રી રામની કૃપાથી તેજ સમયે શબરીનો ઉદ્ધાર થઈ ગયો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments