જ્યારે પણ તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ અથવા શહેરના માર્ગ પર રસ્તા પર જાઓ છો ત્યારે તમે ઘણી વાર જોશો કે રસ્તાની બાજુમા એક પથ્થર મૂકવામા આવ્યો છે અને તે પથ્થરના ઉપરના ભાગનો રંગ લાલ, લીલો, પીળો અને કાળો હોય છે અને નીચેનો રંગ સફેદ હોય છે. શહેરનુ નામ, અંતર અને અન્ય માહિતી રસ્તાની બાજુમા રાખેલ પત્થરો ઉપર લખેલ હોય છે. આ પથ્થરને મિલ સ્ટોન, માઇલ સ્ટોન અથવા સંગમિલ પણ કહેવામા આવે છે. પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યું છે કે રસ્તાના કિનારા પર આ રંગીન પત્થરો કેમ છે? અને તેનો ઉપયોગ કરવાનો અસલી અર્થ શું છે? આવા અનેક પ્રશ્નો તમારા મગજમા ઘણી વાર આવતા હશે. પરંતુ તમને સાચી માહિતી મળશે નહીં. તો ચાલો હું તમને જણાવી દવ કે રસ્તા પરના આ પત્થરોના જુદા જુદા અર્થ છે. તો ચાલો જાણીએ તેના વિષે.
૧) પીળા રંગનો માઇલ સ્ટોન :- જો તમે જે માર્ગે જઈ રહ્યા છો તે રોડના કિનારે માઈલ સ્ટોનનો ઉપરનો ભાગ પીળો છે અને નીચેનો ભાગ ભાગ સફેદ રંગનો હોય તો સમજી લો કે તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહ્યા છો. આ રંગીન માઇલ સ્ટોનનો અર્થ એ પણ છે કે આ રસ્તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામા આવ્યો છે અને આ રસ્તાનુ સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામા આવે છે.
૨) ગ્રીન રંગનો માઇલ સ્ટોન :– જ્યા પણ તમે માઈલ સ્ટોનનો ઉપરનો ભાગ લીલો અને નીચેનો ભાગ સફેદ રંગનો હોય તો સમજી જાવ કે તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નહી પણ રાજ્ય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહ્યા છો. આ રસ્તાનુ સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા નહી પરંતુ રાજ્ય સરકાર દ્વારા કરવામા આવે છે. જો રસ્તો તૂટી જાય તો તેને સુધારવાનુ કામ રાજ્ય સરકારનુ છે.
૩) બ્લેક રંગનો માઇલ સ્ટોન :- માઇલ સ્ટોનનો ઉપરનો ભાગ કાળા રંગનો અને નીચેનો ભાગ સફેદ રંગનો હોય તો તેનો અર્થ એ છે કે તમે મોટા શહેર અથવા જિલ્લાના માર્ગ પર મુસાફરી કરી રહ્યા છો. ચાલો અમે તમને જણાવીએ કે અન્ય રસ્તાઓની જેમ આ રસ્તાની જવાબદારી પણ જિલ્લા પર હોય છે.
જો આ રસ્તામા ક્યારેય કોઇપણ પ્રકારની મુશ્કેલી ઉભી થાય તો સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર રાજ્ય સરકારને જાણ કરે છે અને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર મળીને સમારકામ કરાવે છે.
૪) લાલ રંગનો માઇલ સ્ટોન :– જો તમને આ રંગનો માઈલ સ્ટોન દેખાય તો પછી સમજો કે તમે ગામડાના રસ્તા પર છો. આપને જણાવી દઈએ કે આ માર્ગ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના (પીએમજીએસવાય) હેઠળ બનાવવામા આવ્યો છે અને આ રસ્તાની જવાબદારી જિલ્લાની છે. તમારી માહિતી માટે કૃપા કરીને અમે કહી દઈએ કે દેશમા પ્રથમ વખત પીએમજીએસવાય યોજના ૨૫ ડિસેમ્બર ૨૦૦૦ ના રોજ ભારત સરકાર દ્વારા શરૂ કરવામા આવી હતી.