Homeધાર્મિકજાણો રાવણના પારિવારિક જીવન વિશેની આ રસપ્રદ બાબતો.

જાણો રાવણના પારિવારિક જીવન વિશેની આ રસપ્રદ બાબતો.

અસત્ય ઉપર સત્યની જીતનો તહેવાર વિજયાદશમી એટલે કે દશેરા 25 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. માતા ભગવતીની આરાધના એટલે કે નવરાત્રીના નવ દિવસ પૂરા થયા પછી દસમી તિથિએ મર્યાદા પુરુષોત્તમ એટલે કે ભગવાન શ્રી રામએ દશમી તારીખે લંકાધિપતિ દશનનનો વધ કરી માતા સીતાને છોડાવ્યા હતા. એટલે તેને દશેરાના નામથી ઓળખવામાં આવે છે.દશેરાના દિવસે, અસત્ય પર સત્યની જીતનો ઉત્સવ મનાવવામાં આવે છે અને રાવણના પુતળાનું દીપ પ્રાગટય કરવામાં આવે છે. રાવણના પૂતળાની સાથે તેના ભાઈ કુંભકરણ અને પુત્ર મેઘનાદના પુતળાનું પણ દહન કરવામાં આવે છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચેના યુદ્ધમાં રાવણનો ભાઈ વિભીષણ સિવાય પરિવારના તમામ સભ્યો પણ મૃત્યુ પામ્યા હતા. પરંતુ રાવણના સંપૂર્ણ પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. દશેરાના વિશેષ પ્રસંગે, આજે અમે તમને રાવણના આખા કુટુંબ વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ …

રાવણના માતાપિતા
રાવણ ઋષિ વિશ્વશ્રવા અને કૈકસીના પુત્ર હતા. કૈકસી ઋષિ વિશ્વશ્રવની બીજી પત્ની હતી. ઋષિ વિશ્વશ્રવની પેહલી પત્ની ઇલાવિદા હતી, જેથી રાવણ પહેલા કુબેરનો જન્મ થયો હતો.

રાવણના દાદા દાદી
બ્રહ્માના પુત્ર મહર્ષિ પુલસ્ત્ય, રાવણના દાદા હતા. રાવણના દાદીનું નામ હવિર્ભૂવા હતું.

રાવણના નાના નાની
રાવણના નાનીનું નામ સુમાલી હતું અને નાનાનું નામ તડક હતું.

રાવણના ભાઈ-બહેન
રાવણને કુલ 8 ભાઈ-બહેન હતા. વિભીષણ, કુંભકરણ, અહિરાવણ, ખર, દુષણ રાવણના સગા ભાઈઓ હતા. સુર્પણખા અને કુંભિની રાવણની સગી બહેનો હતી. તેમજ રાવણનો સાવકો ભાઈ એટલે કે રાવણના બીજા માતાના પુત્ર એટલે કે કુબેર રાવણનો મોટો ભાઈ હતો.

રાવણની પત્નીઓ
રાવણને ત્રણ પત્નીઓ હતી. પ્રથમ પત્નીનું નામ મંદોદરી છે, બીજી પત્નીનું નામ ધન્યામલિની છે અને ત્રીજી પત્નીનું નામ જાણી શકાયું નથી. રાવણની પહેલી પત્ની મંદોદરી રાજા માયાસુર અને અપ્સરા હેમીની પુત્રી હતી.

રાવણ પુત્રો
પૌરાણિક માન્યતાઓ અનુસાર, રાવણને સાત પુત્રો હતા.
1. ઇન્દ્રજિત
2.પ્રહસ્થ
3. અતિકાય
4. અક્ષય કુમાર
5. દેવાન્તક
6.નરાન્તક
7. ત્રિશર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments