આ બ્લડ ગ્રુપનુ નામ આરએચ નલ (RH NULL)છે, જેને ગોલ્ડન બ્લડ તરીકે પણ ઓળખવામા આવે છે. ડોકટરો દ્વારા આ બ્લડ ગ્રુપને વિશ્વનુ સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ માનવામા આવે છે. આજ સુધી તમે પોતાના એ, બી અને ઓ નામના રક્ત જૂથો વિશે સાંભળ્યુ જ હશે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમા એક બ્લડ ગ્રુપ છે જે ફક્ત ૪૦ લોકો પાસે છે. આ બ્લડ ગ્રુપનુ નામ આરએચ નલ છે જેને ગોલ્ડન બ્લડ તરીકે પણ ઓળખવામા આવે છે.
ડોકટરો દ્વારા આ બ્લડ ગ્રુપને વિશ્વનુ સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ માનવામા આવે છે. આ જૂથ લાખોમાંથી ફક્ત ૪ લોકોમા જોવા મળે છે તે સંપૂર્ણપણે અલગ છે. તમને જણાવી દઈએ કે આખી દુનિયામા આ ૪૦ લોકો જરૂર પડે તો એક બીજાને લોહી આપી શકે છે. વિશેષ બાબત એ છે કે આ રક્ત જૂથને કોઈ લોહી આપી શકતુ નથી પરંતુ તે એક માત્ર રક્ત જૂથ છે જે કોઈને પણ રક્ત આપવા માટે સક્ષમ છે.
કોઈપણ બ્લડ ગ્રુપમા આરએચ એન્ટિજેન્સ હોય છે પરંતુ આરએચ નલમા કોઈ એન્ટિજેન્સ જોવા મળતા નથી. વ્યક્તિના રક્ત જૂથ વિશે જાણવા માટે તેના શરીરના એન્ટિજેન્સની ગણતરી કરવામા આવે છે અને તે બતાવે છે કે તે વ્યક્તિ કયા રક્ત જૂથનો છે.
એન્ટિજેન્સ વિશે વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે કોઈના શરીરમા એન્ટિજેન ઓછુ જોવા મળે તે લોહી તેટલુ જ રેર ગણાય છે. આરએચ નલના પરીક્ષણમા બહાર આવ્યુ છે કે તેમા ઓછામાં ઓછા ૫૦ એન્ટિજેન્સનો અભાવ હોય છે. આ જ કારણ છે કે આર.એચ. નલને રેર બ્લડ ગ્રુપ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
આ બ્લડના પ્રકારની શોધ ૫૬ વર્ષ પહેલા થઈ હતી. ૧૦ લાખ લોકોમાંથી માત્ર ૪ લોકોની જિંદગી સામાન્ય હોય છે તેઓએ બચીને જીવવુ પડે છે. કારણ કે તેઓ સરળતાથી તેમના લોહીના જૂથ વાળા લોકોને શોધી શકતા નથી.