જાણો ભગવાન શિવ સાથે સંકળાયેલા આ મહત્વપૂર્ણ મંદિરની અનોખી વાર્તા વિષે, જ્યાં રોકાણી હતી ભગવાન શિવની જાન (બારાત).

561

ઉત્તરાખંડ રાજ્યના પવિત્ર મંદિરોમાં ઋષિકેશનું સ્થાન ખૂબ મહત્વનું છે. ઋષિકેશમાં ભૂતનાથ મંદિરની વાત કરીએ તો તે સ્વર્ગશ્રમ ક્ષેત્રમાં આવે છે અને આ મંદિર ભગવાન શંકરને સમર્પિત છે. દેવતાઓમાં ભગવાન શિવના લગ્નના પ્રસંગ વિષે તમે સાંભળ્યું જ હશે. ભગવાન શિવના લગ્ન સાથે સંબંધિત બધી કથાઓ અને ધાર્મિક વાતો સાંભળવા પણ મળે છે. આ એવી જ એક દંતકથા છે. ઉત્તરાખંડના ઋષિકેશમાં ભૂતનાથ મંદિર ખુબ જ પ્રચલિત છે. ભૂતનાથ મંદિર તેની સુંદરતા અને વિલક્ષણતા માટે જાણીતું છે, પરંતુ તેનાથી વધુ તેના વિચિત્ર અને આધ્યાત્મિક-પૌરાણિક મહત્વએ આ મંદિરને પ્રખ્યાત બનાવ્યું છે.

જ્યારે ભગવાન શંકર તેમની પત્ની માતા ‘સતી’ સાથે લગ્ન કરવા માટે આવ્યા હતા, ત્યારે તેમના સસરા રાજા દક્ષે ભૂતનાથ મંદિરમાં ભગવાન શિવને તેમના વરઘોડાની સાથે ત્યાં રોકાવવાનું કહ્યું હતું. ત્યારે ભગવાન શિવજીએ તેમની જાનમાં આવેલા બધા દેવતાઓ, ગણ, ભૂતો અને બધા પ્રાણીઓ સાથે અહીં રાત વિતાવી હતી. આ અલૌકિક મંદિર વિશે બીજી એક વસ્તુ ખૂબ જ લોકપ્રિય છે અને તે બધા મુલાકાતીઓને આશ્ચર્યચકિત કરે છે.

હકીકતમાં, અહીં સ્થિત ભગવાન શંકરની શિવલિંગની આજુબાજુમાં 10 ઘંટ છે અને આ 10 ઘંટમાંથી જુદા જુદા અવાજો આવે છે. એક સાથે વાગતી વખતે પણ, લોકો આ ઘંટને જુદા જુદા અવાજે જોતા આશ્ચર્યચકિત થાય છે. આ મંદિર ત્રણ બાજુઓથી રાજાજી નેશનલ પાર્કથી ઘેરાયેલું છે, જેના કારણે મંદિરની તરફ ફેલાયેલી હરિયાળીથી લોકો આકર્ષિત થાય છે. ભૂતનાથ મંદિર એક સાત માળની ઇમારત છે અને તેના પહેલા માળે ભગવાન શંકરથી સંબંધિત કથાઓ ફોટા સહિત વાંચવા માટે મળશે.

આ સાથે આ મંદિરના દરેક ફ્લોર પર હનુમાન અને નંદી અને તમામ દેવી-દેવતાઓની તસવીરો જોવા મળશે. તે જ રીતે, જ્યારે તમે સાતમા માળે પહોંચશો, ત્યારે તમે એક નાનું શિવ મંદિર જોશો, જેના પરિસરમાં ભગવાન શિવ અને તેમની ભૂતોની જાનનું વર્ણન ચિત્રો દ્વારા વર્ણવવામાં આવ્યું છે. જો તમે આ મંદિરના સાતમા માળેથી ઋષિકેશનું દૃશ્ય જોશો, તો તે ખૂબ જ સુંદર અને રમણીય દરખાશે.

ભૂતનાથ મંદિર ઋષિકેશમાં સ્થિત છે અને અહીં પહોંચવા માટે તમારે પહેલા હરિદ્વાર આવવું પડશે. હરિદ્વારથી તેનું અંતર ફક્ત 25 કિલોમીટરનું છે. હરિદ્વાર પહોંચવા માટે, તમને કોઈ પણ શહેરથી એક ટ્રેન કે બસ મળશે. હરિદ્વારથી તમને હર કી પૌરીથી એક ટેક્સી અથવા બસ મળશે જે તમને ઋષિકેશ લઈ જશે. ભારતવર્ષ પણ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ રહ્યો છે, પરંતુ દરેક જગ્યાએ કેટલીક જીવંત વાર્તા સાથે સંકળાયેલ છે, જે તમને તે સમૃદ્ધ ઇતિહાસથી પરિચિત પણ કરશે.

Previous articleધરતી માતાને કેમ પૃથ્વીની દેવી કહેવામાં આવે છે, જાણો તેની પૌરાણિક કથા…
Next articleગુજરાતના આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો દેહ ત્યાગ, જાણો એ મંદિરનો રસપ્રદ ઇતિહાસ…