Homeધાર્મિકતમે શિરડીના સાંઈ બાબાની સમાધિ વિશેની આ કહાની જાણીને ચોકી જશો...

તમે શિરડીના સાંઈ બાબાની સમાધિ વિશેની આ કહાની જાણીને ચોકી જશો…

ગુરુવારના દિવસને સાંઈ બાબાનો દિવસ માનવામાં આવે છે. સાંઈ બાબાના ભક્તો મનોકામના પૂર્ણ કરવા માટે ગુરુવારે ઉપવાસ રાખે છે અને સાંઈ બાબાની પૂજા કરે છે. સાંઇ બાબાના જન્મ વિશે બે બાબતો છે. કેટલાક લોકો માને છે કે સાંઈ બાબાનો જન્મ મહારાષ્ટ્રના પાથરી ગામમાં થયો હતો, તો કેટલાક લોકો એવું માને છે કે તેમનો જન્મ આંધ્રપ્રદેશના પાથરી ગામમાં થયો હતો. 

જો કે, તેની સમાધિ વિશે કોઈ શંકા નથી. 15 ઓક્ટોબર 1918 ના રોજ સાંઈ બાબાએ શિરડીમાં સમાધિ લીધી હતી. આ દશેરાનો દિવસ હતો અને આ દિવસ ભક્તો માટે ખૂબ જ વિશેષ હોય છે. સાંઈ બાબાની પૂજા બધા જ ધર્મના લોકો કરે છે કારણ કે, તેઓ માનતા હતા કે ભગવાન એક જ છે. ‘સબકા મલિક એક હૈ’ એ તેમનો અનમોલ વિચાર હતો. જીવનભર તેમણે કોઈ પણ ધર્મનો ઉપદેશ આપ્યો ન હતો, તેમણે માત્ર તેમના અનમોલ વિચારનો જ આપ્યો હતો. તેમણે ઘણા ચમત્કારો પણ બતાવ્યા હતા જેની ચર્ચા આજે પણ કરવામાં આવે છે. તો આજે અમે તમને આ લેખ દ્વારા સાંઇ બાબાની સમાધિ અને તેના કારણો વિશે જણાવીશું.

સાંઈ બાબાની સમાધિ શિરડીમાં છે. શિરડી એ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું એક નાનકડું શહેર છે. અહીં સાંઈ બાબાનું પ્રસિદ્ધ મંદિર છે. અહીં શ્રધ્ધાળુઓ દર વર્ષે સમાધિ પર ચાદર ચઢાવે છે. તેમની સમાધિ સવા બે મીટર લાંબી અને એક મીટર પહોળી છે. સમાધી મંદિર ઉપરાંત, આ સ્થાન પર દ્વારકાભાઇ ચાવડીનું મંદિર અને સાંઈ બાબાના ભક્ત અબ્દુલ્લાની ઝૂંપડી પણ છે. ખૂબ નાની ઉંમરે સાંઈ બાબા શિરડી આવ્યા હતા અને તે જીવનભર શિરડીમાં જ રહ્યા.

એવું કહેવામાં આવે છે કે દશેરાના દિવસે સાંઈ બાબાએ તેમના પરમ ભક્ત બૈજાબાઈના પુત્રના મૃત્યુ વિશે ભવિષ્યવાણી કરી હતી. તેનું નામ ‘તાત્યા’ હતું અને તે સાંઈ બાબાને મામા કહીને બોલાવતો હતો. તાત્યાનો જીવ બચાવવા માટે સાંઈ બાબાએ પોતાનો જીવ આપવાનો નિર્ણય કર્યો. છેલ્લા બે દિવસ તેમણે ભિક્ષા લીધી ન હતી. 

તેમના જીવનની અંતિમ ક્ષણે તેમણે તેમના ભક્તો પાસેથી શ્રી રામવિજય કથાસાર સાંભળ્યો. સમાધિ લેતા પહેલા સાંઇ બાબાએ તેમના ભક્તોને મસ્જિદ છોડીને બુટિના પથ્થરવાડામાં લઈ જવાની વિનંતી કરી. સાંઇ બાબાએ તેમના ભક્ત લક્ષ્મીબાઈ શિંદેને 9 સિક્કાઓ આપ્યા અને અંતિમ શ્વાસ લીધો. બૈજાબાઈના પુત્ર તાત્યાની તબિયત તે સમયે ખૂબ ખરાબ હતી, તેનો જીવ બચી જશે એવી કોઈ આશા જ નહોતી, પરંતુ તેને બચાવવા માટે સાંઇ બાબાએ પહેલેથી જ દશેરાના દિવસે શિરડીમાં સમાધિ લેવાનું નક્કી કરી લીધું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments