જીવનની ઘણી ઘટનાઓ આપણા ભવિષ્યની નિશાની માનવામા આવે છે. એક તરફ ઘરોમા અથવા રસ્તામા દેખાતા પક્ષીઓ અને પ્રાણીઓ તમને તે દિવસે બનનારી ભવિષ્યની સારી અને ખરાબ ઘટનાઓ વિશે જણાવે છે. આ સિવાય નિંદ્રામા જોવામાં આવેલા સ્વપ્ન પણ આપણને ઘણા સંકેત કરે છે. શાસ્ત્રમા લોકો દ્વારા જોવામા આવેલા સ્વપ્નના અર્થને પુસ્તકમા સમજાવવામા આવ્યા છે. આ શાસ્ત્ર મુજબ સ્વપ્ન આપણને ભવિષ્યમા બનનારી શુભ અને અશુભ ઘટનાઓનો પૂર્વ સંકેત આપે છે. એવુ કહેવામા આવે છે કે સ્વપ્નશાસ્ત્રના માધ્યમથી કહેવામા આવે છે કે વ્યક્તિના જીવનમા શું બનવાનુ છે. આ શાસ્ત્રને જ્યોતિષાચાર્ય તરીકે પણ માનવામા આવે છે.
એવુ માનવામા આવે છે કે સ્વપ્નશાસ્ત્ર ભવિષ્યની શક્યતાઓ કહેવા માટે સક્ષમ છે. મુશ્કેલીથી સફળતા સુધી, દુ:ખથી સુખ સુધી, અને ગરીબીથી સંપત્તિ સુધીનુ સ્વપ્નશાસ્ત્રમા કહેવામા આવે છે. ચાલો આપણે જાણીએ કે કયા સ્વપ્નથી ખબર પડે કે લક્ષ્મી માતા પ્રસન્ન થવાના છે.
૧) સ્વપ્નમા ઘરમા કચરો લઈને આવવો અથવા કચરો પડેલો જોવો એ ધનના આવકની નિશાની માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે આવા સપના ઘરમા ધન લાવે છે. આવા સપનાને શુભ માનવામા આવે છે. સ્વપ્નશાસ્ત્ર મા કચરાને ધન સાથે જોડીને જોવામા આવે છે.
૨) આ સિવાય સ્વપ્નમા દૂધ અને દહી જોવુ પણ સંપત્તિની નિશાની માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે જે લોકોને સપનામા દૂધ અને દહીનો ભંડાર જોવા મળે તેની તિજોરી ધનથી ભરાય છે. માનવામા આવે છે કે આવા સ્વપ્ન ઘરમા પુષ્કળ સંપત્તિના આગમન સાથે સંબંધિત છે.
૩) સ્વપ્ન શાસ્ત્રમા એવુ માનવામા આવે છે કે જો તમે તમારા સ્વપ્નમા પાણી જોશો તો તમારા જીવનમા ધન આવવાના સંકેત છે. સ્વપ્નમા પાણી જોવુ સકારાત્મક માનવામા આવે છે. માન્યતા અનુસાર સ્વપ્નમા પાણી જોનાર વ્યક્તિની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે.
૪) સ્વપ્નમા ગાયને જોવી એ દૈવીની કૃપા ગણવામા આવે છે. એવુ માનવામા આવે છે કે સ્વપ્નમા ગાયને જોવાથી ઘરમા સંપત્તિ આવે છે. ગાયમા તમામ દેવતાઓનો વાસ રહેલો છે તેથી આ સ્વપ્નને દૈવીની કૃપા સાથે જોવામા આવે છે.
૫) ચોખાના સંગ્રહને જોવો પણ શુભ માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે જે વ્યક્તિ સ્વપ્નમા ચોખા જોવે છે તેમના ઉપર લક્ષ્મીજી વિશેષ આશીર્વાદ વરસાવ્યા કરે છે. ચોખા જોવાથી સંપત્તિ આપણી તરફ આકર્ષાય છે. તેવું સ્વપ્નશાસ્ત્રમા માનવામા આવે છે કે કોઈપણ સ્વપ્નમા ચોખા જોવે તે જલ્દી શ્રીમંત બને છે.