આ મંદિર પ્રાચીન સમયમા બનાવવામા આવ્યુ હતુ. દેશમા ઘણા પ્રકારના મંદિરો છે અને દરેકમા પોતાની વિશેષતાઓ છે પરંતુ આજે અમે તમને જે મંદિર વિષે કહેવા જઈ રહ્યા છીએ તે સૌથી અલગ છે કારણ કે તે સાસુ-વહુનુ મંદિર છે.
રાજસ્થાનના ઉદયપુરમા સ્થિત આ મંદિરના નિર્માણની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. ચાલો આપણે જાણીએ કે આ મંદિર ક્યારે અને કોણે બનાવ્યુ છે?
આ મંદિર ૧૧૦૦ વર્ષ પહેલ રાજા મહિપાલ અને રત્નપાલ દ્વારા બનાવવામા આવ્યુ હતુ. એવુ કહેવામા આવે છે કે મેવાડના રાજમાતાએ ભગવાન વિષ્ણુ અને પુત્રવધૂએ શેષનાગનુ મંદિર બનાવ્યુ છે જેના કારણે તેને ‘સાસ-વહુનુ મંદિર કહેવામા આવે છે.
મહાભારતની આખી કથા મંદિરના પ્રવેશદ્વાર પર કંડારવામા આવી છે. મંદિરમા ભગવાન વિષ્ણુની મૂર્તિ ૩૨ મીટર ઉચી અને ૨૨ મીટર પહોળી છે સાત હાથવાળી આ મૂર્તિને કારણે તે સહસ્ત્રબાહુ મંદિર તરીકે પણ ઓળખાય છે. અહી બ્રહ્માજીનુ એક નાનુ મંદિર પણ છે. ઉદયપુરના પ્રખ્યાત ઐતિહાસિક અને પર્યટક સ્થળોમાંનુ એક સાસ-વહુનુ મંદિર છે. કોઈક સમયે આ મંદિરોની આસપાસ મેવાડ રાજવંશની સ્થાપના થઈ હતી.