પ્રાણી સંગ્રહાલય એ સુવર્ણ યાદોનો એવો સ્રોત છે જેની સાથે તમારા બાળપણની ઘણી યાદો જોડાયેલ હશે. દરેક બાળકનુ બાળપણમા પ્રાણી સંગ્રહાલય જોવાનુ સપનુ હોય છે. આનુ એક કારણ એ છે કે બાળપણમા જે પ્રાણીઓની વિષે તમે માત્ર પુસ્તકો અને વાર્તા મા સાંભળ્યુ હશે એનાથી રૂબરૂ કરાવે છે આ પ્રાણી સંગ્રહાલય. તેથી તમે પોતાના જીવનમા ઘણા પ્રાણી સંગ્રહાલય અથવા વાઇલ્ડ લાઇફ પાર્ક્સ વગેરેની મુલાકાત લીધી હશે જ્યા તમે પાંજરામા પુરાયેલા કેટલાક પરિચિત પ્રાણીઓ જોયા હશે તો પછી કેટલાક અનોખા નવા પક્ષીઓ અને પ્રાણીઓ સાથે પહેલીવાર મુલાકાત લેતા હશે.
પ્રાણી સંગ્રહાલયમા ઘણા પ્રાણીઓ થોડી જગ્યામા કેદ હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે આ દુનિયામાં એક પ્રાણીસંગ્રહાલય એવુ છે જ્યા મનુષ્ય પાંજરામા પુરાય છે અને પ્રાણીઓ મુક્તપણે ભટકતા હોય છે. ભલે આ તમને વિચિત્ર લાગે પણ આ સાચુ છે.
આ ઝૂ મા પર્યટકને પાંજરામા રાખવામા આવે છે. આ ઝૂ ચીનમા છે જેનુ નામ લેહે લેદુ વાઇલ્ડલાઇફ ઝૂ છે. લેહે લેદુની વિશેષતા એ છે કે પ્રાણીઓ અહીં મુક્તપણે ભટકતા હોય છે અને અહી ફરતા લોકો પાંજરામાં બંધ થઈને પ્રાણીઓ અને પક્ષીઓને જુએ છે.
આ ઝૂ ૨૦૧૫ મા ખોલવામા આવ્યુ હતુ. પર્યટકો લેહ લેદુ વાઇલ્ડલાઇફ ઝૂમા પ્રાણીઓને પોતાના હાથથી ખવડાવી શકો છે. મનુષ્યથી ભરેલા પાંજરાને પ્રાણીઓની આજુબાજુ ફરાવવામા આવે છે. આ સમય દરમિયાન સિંહો અને દીપડા જેવા ખતરનાક પ્રાણીઓ કેટલીકવાર પાંજરા પર ચડી જાય છે.
ઝૂના પ્રવક્તા ચાન લીઆંગ કહે છે કે જ્યારે કોઈ પ્રાણી તમારી પાછળ દોડે છે અથવા જ્યારે તે હુમલો કરે એ વખતનો અનુભવ દર્શકોને નજીકથી કરાવવા માંગીએ છે. આ પ્રાણી સંગ્રહાલયના આશ્રયદાતા કહે છે કે અમે અમારા પ્રવાસીઓને સૌથી અલગ અને રોમાંચક અનુભવ આપવાનો પ્રયત્ન કરીએ છીએ.
આ સાથે અહીંના પર્યટકની સલામતી અંગે સારી વ્યવસ્થા કરવામાં આવી છે. પર્યટકની સલામતી માટે કેમેરાની મદદથી ૨૪ કલાક પાંજરા અને પ્રાણીઓનુ નિરીક્ષણ કરવામા આવે છે અને કોઈ પણ કટોકટી જેવી પરિસ્થિતિમા ૫-૧૦ મીનિટમા સહાય પૂરી પાડી શકાય છે.