જો કે હરાજી આખા વિશ્વમાં યોજવામાં આવે છે, પરંતુ તેમાંથી અમુક વસ્તુ એવી હોય છે કે જેની વિશ્વવ્યાપી ચર્ચા થાય છે. આવી જ એક વિશેષ હરાજી લંડનમાં ૨૦૧૮ માં થઈ હતી. જ્યાં પર્સની હરાજી કરવામાં આવી હતી. હરાજી દરમિયાન આ પર્સ ૧ કરોડ ૪૬ લાખ રૂપિયામાં વેચાયું હતું. ખાસ વાત એ છે કે આ બેગ ૧૦ વર્ષ જૂની હતી.
સ્મોકી ગ્રે કલર હર્મ્સ બિરકિનની આ બેગમાં સફેદ સોના નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે તેને ખૂબ જ સુંદર લુક આપ્યો હતો. બેગની લંબાઈ ૩૦ સે.મી. છે. તેમાં વપરાયેલ લોક ૧૮ કેરેટ વ્હાઇટ ગોલ્ડનું બનેલું છે, જેનું વજન ૬૮.૪ ગ્રામ છે. તેની ચારે બાજુ ૪૦ ગોળ હીરા છે. બેગના ત્રણ જુદા-જુદા ભાગોમાં ૮.૨ કેરેટના ૨૦૦ થી વધુ ડાયમંડ ફીટ કરવામાં આવ્યા છે.
ફ્રાન્સના લક્ઝરી ફેશન હાઉસ ના હર્મેસ એ ૧૯૮૧ માં બાર્કીન નામની બેગ ડિઝાઇન કરી હતી. તેનું નામ અભિનેતા અને ગાયક જેન બર્કિનના નામ પર રાખવામાં આવ્યું હતું. તે વિશ્વભરમાં લોકપ્રિય બન્યું. સામાન્ય રીતે નવી બિર્કિન બેગ લગભગ ૬ લાખ ૩૦ હજાર રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ લોકો તેને ખરીદવા માટે વેઇટિંગ લિસ્ટમાંથી પસાર થવું પડે છે.