Home જયોતિષ શાસ્ત્ર જાણો ક્યાં આઠ કારણોસર આત્મા પુનર્જન્મ લઈને ફરી વખત પૃથ્વી પર આવે...

જાણો ક્યાં આઠ કારણોસર આત્મા પુનર્જન્મ લઈને ફરી વખત પૃથ્વી પર આવે છે, જાણો આ અનોખી કહાની વિષે…

116

હિન્દુ ધર્મમાં, પુનર્જન્મ એક સત્ય માનવામાં આવે છે. કયા આત્માનો જન્મ થાય છે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. કયો આત્મા ભટકી છે અને પછી ક્યારે પાછો જન્મ લે છે તેના વિષે પણ જણાવવામાં આવ્યું છે. વળી, આત્મા કેટલાંક સમય માટે પિતૃલોક, સ્વર્ગલોક અને નરકલોકમાં રહેશે અને ફરીથી પૃથ્વી પર પાછા જન્મ લઈને આવશે. શાસ્ત્રો કહે છે કે, આત્મા મુખ્યત્વે આઠ કારણોસર પુનર્જન્મ કરે છે.

1. ભગવાનની આજ્ઞા દ્વારા :- ભગવાન મહાત્માઓ અને દિવ્ય પુરુષોની આત્માઓને કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે ફરીથી જન્મ લેવાની આજ્ઞા ભગવાન આપે છે.

2. જ્યારે પુણ્ય સમાપ્ત થાય છે :- વિશ્વમાં કરેલા પુણ્યના કાર્યોને લીધે વ્યક્તિની આત્મા સ્વર્ગમાં સુખનો અનુભવ કરે છે, અને જ્યાં સુધી તે પુણ્ય કર્મોનો પ્રભાવ રહે છે, ત્યાં સુધી તે આત્મા દિવ્ય સુખની પ્રાપ્તી કરે છે. જ્યારે પુણ્ય કર્મો કરેલા પૂર્ણ થઈ જાય છે, ત્યારે વ્યક્તિએ ફરીથી જન્મ લેવો પડે છે.

3. પુણ્યનું ફળ ભોગવવા માટે :- કેટલીકવાર વ્યક્તિ અતિશય સદ્ગુણ પુણ્યોના કાર્યો કરે છે અને મરી જાય છે, અને ફળ ભોગવવાનું બાકી રહી જાય છે, ત્યારે પછી તે પુણ્યના કાર્યોના ફળ ભોગવવા માટે તેનો આત્મા ફરીથી જન્મ લે છે.

4. પાપના ફળને ભોગવવા માટે :- જયારે વ્યક્તિ પૃથ્વી ઉપર ખુબ જ પાપો અને અત્યાચાર કરે છે, ત્યારે તે ફરીવાર પૃથ્વી ઉપર જન્મ લઈને આવે છે.

5. બદલો લેવા માટે :- આત્મા કોઈની પાસે બદલો લેવા માટે પુનર્જન્મ લે છે. જો કોઈ વ્યક્તિ છેતરપિંડી, અથવા અન્ય કોઈ ત્રાસથી મરી જાય છે, તો તે આત્મા પુનર્જન્મ લે છે.

6. બદલો ચુકવવા :- જો કોઈ વ્યક્તિએ સમય પેહલા મૃત્યુ પામે છે ત્યારે તે બદલો ચૂકવવા માટે પાછો જન્મ લે છે.

7. અકાળ મૃત્યુ :- અકાળે મૃત્યુ થાય ત્યારે આત્મા ફરી વખત જન્મ લઈને પછી પૃથ્વી ઉપર આવે છે.

8. ઈચ્છા પૂર્ણ કરવા :- જો કોઈ વ્યક્તિ અકાળે મરી જાય છે અને તેની કોઈ અધૂરી ઈચ્છા રહી જાય છે, ત્યારે તે ફરી વખત જન્મ લઈને આવે છે.