દેવરાજ ઇન્દ્રના શાપને કારણે મહિલાઓને દર મહિને માસિકની પીડા ભોગવવી પડે છે, જાણો આ પૌરાણિક કથા વિષે…

567

આધુનિક સમયમાં, મહિલાઓ પ્રત્યે લોકોના અભિગમ મોટા પ્રમાણમાં બદલાય છે. સ્ત્રીઓના માસિક ધર્મ વિશેની વાતો લોકો ખુલ્લેઆમ કરી રહ્યા છે. પરંતુ આજકાલના સમયની નઈ પરંતુ, સદીઓ પહેલાંની વાત કરીએ તો ઘણી વાર મનમાં એક સવાલ આવે છે કે શા માટે સ્ત્રીઓ માસિક ધર્મમાં આવે છે. શું તેની સાથે કોઈ પૌરાણિક કથા જોડાયેલ છે? આપણા પુરાણોમાં ઘણી કથાઓ જોવા મળે છે. જેમાંથી, ભાગવતપુરાણમાં વર્ણવેલ વાર્તા અનુસાર, સ્ત્રીઓને આવતા માસિક સ્રાવ શાપથી સંબંધિત છે.

ભાગવતપુરાણની કથા મુજબ, એકવાર ‘બ્રહ્સ્પતિ’, જે દેવતાઓના ગુરુ હતા, તે ઇન્દ્રદેવ ઉપર ખૂબ ગુસ્સે થયા. આને કારણે અસુરોએ દેવલોક ઉપર હુમલો કર્યો અને ઈન્દ્રને પોતાની ગાદી છોડીને ભાગવું પડ્યું. ઇન્દ્રએ પોતાને અસુરોથી બચાવા માટે બ્રહ્માંડના સર્જક ભગવાન બ્રહ્માની મદદ લીધી. ત્યારે બ્રહ્માએ તેમને કહ્યું કે, તેણે બ્રાહ્મણ માણસની સેવા કરવી જોઈએ, જો તે રાજી થાય તો જ તેને પોતાનું સિંહાસન પાછું મેળશે.

બ્રહ્મની આજ્ઞા મુજબ, ઇન્દ્રદેવ એક બ્રહ્મ-જ્ઞાનીની સેવામાં રોકાયેલા ગયા હતા, પરંતુ તે જાણતા ન હતા કે તે બ્રહ્મ-જ્ઞાનીની માતા એક અસુર છે, તેથી તેમના મનમાં અસુરો માટે વિશેષ સ્થાન હતું. ઇન્દ્રદેવ દ્વારા અર્પણ કરવામાં આવેલી તમામ હવનની સામગ્રી, જે દેવતાઓને અર્પણ કરવામાં આવે છે, તે તેણે અસુરોને અર્પણ કરી રહી હતી.

આથી ઇન્દ્ર દેવની બધી સેવા ભંગ થઇ રહી હતી. જ્યારે ઇન્દ્રદેવે બધુ જાણ્યું ત્યારે તે ખૂબ ગુસ્સે થયા અને તેણે તે બ્રહ્મ-જ્ઞાનીને મારી નાખ્યો. ગુરુની હત્યા કરવી એ મહાપાપ હતું, જેના કારણે તેના પર બ્રહ્મ-હત્યા કરવાનું પાપ આવ્યું. આ પાપ ભયંકર રાક્ષસ તરીકે ઇન્દ્રને અનુસરવા લાગ્યું. કોઈક રીતે દેવરાજ ઇન્દ્રએ પોતાને એક ફૂલની અંદર છુપાવી રાખ્યા, અને ભગવાન વિષ્ણુનું તપ એક લાખ વર્ષો સુધી કર્યુ. ભગવાન વિષ્ણુએ ઇન્દ્રદેવને બચાવી લીધા, અને તેમના પર લાગેલા પાપની મુક્તિ માટે ઉપાય આપ્યો. આ માટે દેવરાજ ઇન્દ્રને તેના પાપનો એક નાનો ભાગ ઝાડને, બીજો ભાગ પાણીને, ત્રીજો ભાગ જમીનને અને છેલ્લો ભાગ સ્ત્રીને આપવો પડ્યો.

ઇન્દ્રદેવે આ બાધાને પોતાના પાપનો ભાગ લેવા માટે આગ્રહ કર્યો, દરેક તૈયાર થઈ ગયા, પરંતુ તેણે બદલામાં ઇન્દ્રદેવને વરદાન આપવા કહ્યું, વૃક્ષે તેના પાપનો એક ચતુર્થાંશ ભાગ લીધો, જેના માટે ઇન્દ્રએ તેને વરદાન આપ્યું કે ઝાડ ઈચ્છે તો તે તેના મૃત્યુ પછી પોતાની મરજીથી ફરીવાર જીવિત થઇ શકે છે. આ પછી, પાણીને પાપનો એક ચતુર્થાંશ ભાગ આપ્યો અને તેના બદલામાં પાણીને એ વરદાન આપ્યું કે, તે અન્ય વસ્તુઓને પવિત્ર કરી શકે છે. આજ કારણ છે કે હજી પણ હિન્દુ ધર્મમાં તેને પવિત્ર ગણાતા પૂજામાં પાણીનો ઉપયોગ થાય છે.

ઇન્દ્રદેવે ત્રીજું પાપ ભૂમિને આપ્યું અને આશીર્વાદ રૂપે, તેમણે ભૂમિને કહ્યું કે, તેમના પરની કોઈપણ ઈજા (વાગેલું) તે હંમેશા મટાડી શકશે. હવે છેલ્લો વારો સ્ત્રીનો હતો. આ દંતકથા અનુસાર, સ્ત્રીને પાપનો ભાગ આપવાના પરિણામે તેઓને દર મહિને માસિક સ્રાવ આવે છે, પરંતુ તેમને આશીર્વાદ સવરૂપે દેવરાજ ઇન્દ્રએ કહ્યું હતું કે, શારીરિક સંબંધ બનાવતી વખતે “પુરુષો કરતાં સ્ત્રીઓ આ કામનો વધારે આનંદ માણશે.”

Previous articleશું તમે જાણો છો કે, દિવાળીનો તહેવાર કેમ મનાવવામાં આવે છે, જાણો દિવાળીથી સંબંધિત 4 પૌરાણિક કથાઓ વિષે…
Next articleદુનિયાનું આ સૌથી મોંઘુ લાકડું, માત્ર એક કિલોની કિંમત છે સાત લાખ રૂપિયાથી પણ વધુ…