સ્ત્રીઓ કેમ ક્યારેય નાળિયેર વધેરતી નથી, જાણો તેના રસપ્રદ કારણ વિષે…

0
667

હિન્દુ ધર્મમાં નાળિયેરનો ઉપયોગ દરેક શુભ કાર્યમાં થાય છે. ઘર પ્રવેશ, લગ્ન અને અન્ય શુભ કાર્યોમાં કળશ પર નાળિયર રાખવામાં આવે છે. કોઈપણ નવા કામ શરૂ કરતા પહેલા નાળિયેર વધેરવામાં આવે છે. નાળિયેરને ખૂબ પવિત્ર માનવામાં આવે છે કારણ કે કોઈ પણ પ્રાણી અથવા પક્ષી તેને હેઠું કરી શકતા નથી અને તેની ઉપરની સપાટી ખૂબ સખત અને કડક હોય છે. તેથી તેનો ઉપયોગ પૂજા વિધિમાં થાય છે. તમે જોયું જ હશે કે પુરુષો માત્ર નાળિયેર વધેરે છે, સ્ત્રીઓને નાળિયેર વધેરવાની મનાઈ છે, પરંતુ શું તમે જાણો છો મહિલાઓ નાળિયેર કેમ નથી વધેરતી? ચાલો જાણીએ.

નાળિયેર વધેરવું એ બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે, અને પરંપરાગત રીતે નાળિયેરને નવી સૃષ્ટિની રચનાનું બીજ માનવામાં આવે છે. નાળિયેરને બીજ તરીકે માનવામાં આવે છે અને તે પ્રજનન સાથે સંકળાયેલું છે. ઈશ્વરે મહિલાઓને બાળકને જન્મ આપવાની શક્તિ આપી છે, તેથી સ્ત્રીને ઉત્પત્તિનું એક પરિબળ માનવામાં આવે છે, તેથી જ સ્ત્રીઓને નાળિયેર વધેરવાનું પ્રતિબંધિત માનવામાં આવે છે. જાણો કેમ નાળિયેર વધેરવામાં આવે છે

નવા કાર્ય પહેલાં નાળિયેર વધેરવા પાછળની માન્યતા
હિન્દુ ધર્મમાં છે, જ્યારે કોઈ નવું વાહન ખરીદે છે અથવા કોઈ ધંધો શરૂ કરે છે ત્યારે નાળિયેર વધેરવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે નાળિયેરની અંદરનું પાણી ખૂબ શુદ્ધ હોય છે. જ્યારે આપણે નાળિયેર વધેરીએ છીએ, ત્યારે તેનું પાણી ચારે બાજુ વિખેરાઈ જાય છે, તેથી બધી નકારાત્મકતા દૂર થાય છે. આ ઉપરાંત વિશેષ ઇચ્છાઓની પૂર્તિ માટે મંદિરમાં નાળિયેર વધેરવામાં આવે છે.

નાળિયેરનું મહત્વ
પૌરાણિક કથા અનુસાર, જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતાર લઈને આવ્યા ત્યારે તેઓ તેમની સાથે લક્ષ્મીજી, નાળિયેરનું ઝાડ અને કામધેનુ એમ ત્રણ વસ્તુઓને લાવ્યા હતા. આ ત્રણેય વસ્તુઓ મનુષ્ય માટે વરદાન છે. આ જ કારણ છે કે નાળિયેરના ઝાડને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નાળિયેરમાં વાસ છે એવું માનવામાં આવે છે. માનવામાં આવે છે કે નાળિયેર પરના ત્રણ બિંદુઓ ભગવાન શિવની ત્રણ આંખોનું પ્રતીક છે. નાળિયેરને શ્રી ફળ પણ કહેવામાં આવે છે, શ્રી એટલે લક્ષ્મી. તેથી મા લક્ષ્મીને નાળિયેર પ્રિય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here