Homeધાર્મિકજાણો, ભગવાન શિવ સાથે સંકળાયેલી આ ચીજો પાછળના ખાસ રહસ્ય વિષે...

જાણો, ભગવાન શિવ સાથે સંકળાયેલી આ ચીજો પાછળના ખાસ રહસ્ય વિષે…

સનાતન ધર્મમાં પાંચ ભગવાનને મુખ્ય માનવામાં આવે છે, જેમાં ભગવાન શ્રી ગણેશ, શ્રી હરિ વિષ્ણુ, માતા દુર્ગા, મહાદેવ અને સૂર્યદેવ છે. આ પાંચ દેવતાઓમાંથી, કળીયુગમાં ફક્ત સૂર્ય દેવ જ દેવ દૃશ્યમાન દેવતા છે. અન્ય તમામ દેવતાઓ અદ્રશ્ય દેવો છે. જેના આપણે સાક્ષાત દર્શન કરી શકતા નથી. ભગવાન ભોલેનાથ પણ આ આદિ પંચ દેવમાંના એક છે. જેને સંહારના દેવતા માનવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ ભગવાન શિવની પૂજા કરે તો તેના પર શિવ તરત જ પ્રસન્ન થાય છે અને ઇચ્છિત વરદાન આપે છે તેથી તેમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે.

માન્યતા અનુસાર, ભોલેનાથની કૃપા ફક્ત ભક્તો પર જ નહીં પરંતુ દેવતાઓ અને અન્ય જીવો પર પણ રહે છે. ભોળાનાથના ગળાની સાપ, જટામાં ગંગા, તેના માથા પર ચંદ્ર અને તેના હાથમાં ત્રિશૂળ-ડમરૂ છે. પરંતુ શું તમે ભગવાન શિવના પ્રતીકો અને પહેરવેશના રસપ્રદ કારણો વિશે જાણો છો, નહીંને તો ચાલો જાણીએ…

ત્રિશૂળ :- સૃષ્ટિની શરૂઆતથી જ ભોળાનાથના હાથમાં ત્રિશુળ છે. પૌરાણિક કથા અનુસાર, જ્યારે શિવ પ્રગટ થયા, ત્યારે તેમની સાથે સત, તમ અને રજ આ ત્રણ ગુણો પણ ઉત્પ્ન્ન થયા હતા, જે ત્રિશૂળના રૂપમાં બદલાઈ ગયા. ભોળાનાથે આ ત્રણ ગુણોવાળું ત્રિશૂળ પોતાના હાથમાં ધારણ કર્યું.

ડમરૂ :- ભગવાન શિવએ બ્રહ્માંડમાં સંવાદિતા જાળવવા માટે જે રીતે સત, રજ અને તમ ગુણને ત્રિશૂળ તરીકે ધારણ કર્યા હતા. તે જ રીતે, તેણે બ્રહ્માંડને સંતુલિત કરવા માટે ડમરૂ ધારણ કર્યું હતું.

એક દંતકથા અનુસાર, જ્યારે દેવી સરસ્વતી પ્રગટ થયા, ત્યારે તેણે વીણાના સ્વરથી સૃષ્ટિમાં ધ્વનિનું સંચાર કર્યું. પરંતુ એવું કહેવામાં આવે છે કે તે ધ્વનિ અવાજ અને સંગીત હીન હતી. ત્યારબાદ ભોલેનાથે નૃત્ય કર્યું અને 14 વાર ડમરુ વગાડ્યું. એવું માનવામાં આવે છે કે,  ડમરુના તે અવાજથી સંગીતની ધૂન અને તાલનો જન્મ થયો છે. ડમરુને બ્રહ્મદેવનું એક સ્વરૂપ પણ માનવામાં આવે છે.

નાગરાજા વાસુકી :- ભગવાન શિવના ગળામાં લપેટાયેલ સાપ જોઈને ઘણી વાર તમને પણ આશ્ચર્ય થશે કે, શિવજીએ તેને તેમના ગળામાં કેમ સ્થાન આપ્યું હશે. પૌરાણિક કથા અનુસાર, નાગરાજા વાસુકી ભગવાન શિવના પ્રખર ભક્ત હતા.

તે હંમેશા તેમની ભક્તિમાં લીન રહેતા હતા. સમુદ્ર મંથન દરમિયાન નાગરાજ વાસુકીએ રસ્સીનું કામ કર્યું હતું. તેમની ભક્તિ જોઈને, ભોલેનાથ ખૂબ જ ખુશ થયા. તેણે વાસુકીને તેના ગળામાં લપેટી રાખવાનું વરદાન આપ્યું. આ રીતે નાગરાજ વસુકી પણ અમર થઈ ગયા અને ભગવાન શિવના ગળામાં લપેટાઈને રહેવા લાગ્યા.

ગંગા :- પૌરાણિક કથા અનુસાર મહારાજા ભગીરથે તેમના પૂર્વજોને જીવન અને મૃત્યુના દોષથી મુક્ત કરવા માટે ગંગાને પૃથ્વી પર લાવવા સખત તપશ્ચર્યા કરી. આનાથી માતા ગંગા ખુશ થઈ અને તે પૃથ્વી પર આવવા સંમત થયા. પરંતુ તેણે ભગીરથને કહ્યું કે, તેનો વેગ પૃથ્વી સહન કરી શકશે નહીં અને તેના કારણે તે પાતાળમાં જતા રહેશે.

આ સાંભળીને ભગીરથે ભોળાનાથની પૂજા કરી. શિવ તેમની ઉપાસનાથી પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું. પછી ભગીરથે તેમને તેની ઇચ્છા જણાવી. આ પછી, ગંગા પૃથ્વી પર ઉતરતાની સાથે જ, તેમના અભિમાનને તોડવા માટે, ભોળાનાથે તેમને તેમની જાટમાં કેદ કરી દીધા. જો કે, ગંગાએ માફી માંગી અને ભોળાનાથે તેમને મુક્ત કર્યા.

ચંદ્ર :- શિવ પુરાણમાં એક દંતકથા છે, જે મુજબ ભગવાન શિવના માથા પર ચંદ્ર છે. દંતકથા અનુસાર, મહારાજા દક્ષએ તેમની 27 પુત્રીઓનાં લગ્ન ચંદ્ર સાથે કર્યા. પરંતુ ચંદ્ર રોહિણીને ખૂબ જ ચાહતા હતા. દક્ષની પુત્રીઓએ તેના પિતાને આ અંગે ફરિયાદ કરી. પછી દક્ષએ ચંદ્રને ક્ષય રોગથી પીડિત થવા શાપ આપ્યો.

તેનાથી બચવા માટે ચંદ્રએ ભગવાન શિવની ઉપાસના કરી. ભોળાનાથ ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમના જીવનની રક્ષા કરી. તેણે ચંદ્રને તેના માથા પર ધારણ કર્યો. પરંતુ આજે પણ ચંદ્રના વધવા અને ઘટવાનું કારણ મહારાજા દક્ષનો શાપ માનવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments