દુનિયામા ઘણી એવી ગુફાઓ છે જેનુ રહસ્ય આજદિન સુધી ઉકેલાયુ નથી. આ ગુફાઓ લોકો સહિત વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કરે છે. આ ગુફાઓ ગમે ત્યા હોઈ શકે છે, પરંતુ આના સુધી પહોંચવુ ખૂબ મુશ્કેલ છે. આવી ઘણી ગુફાઓ ભારતમા પણ છે. આજે અમે તમને આવી જ એક ગુફા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને નાસાના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે.
ખરેખર આજે પણ એવુ માનવામા આવે છે કે ભગવાન શિવ કૈલાસ પર્વત પર પોતાના પરિવાર સાથે રહે છે. માતા પાર્વતી, કાર્તિકેય અને ભગવાન ગણેશ પણ ત્યા તેમની સાથે રહે છે. તેઓનુ કુટુંબ આજે પણ કૈલાસ પર્વત પર બિરાજે છે. પરંતુ એક બીજી માન્યતા છે જે મુજબ ભગવાન શિવ કૈલાસ પર્વત પર નહી પણ જમ્મુ-કાશ્મીરની ગુફામા રહે છે.
આ ગુફા જમ્મુ કાશ્મીરના લોકોમા ખૂબ પ્રખ્યાત છે અને સ્થાનિકોના મતે આ ગુફા ભગવાન શિવનો વાસ છે. આ ગુફા શિવખોડી નામ તરીકે ઓળખાય છે. ખરેખર તે કોઈ ગુફા નથી પરંતુ એક પ્રકારની ટનલ જેવુ લાગે છે. જેના વિષે એમ કહેવામા આવે છે કે તે સીધી બીજા છેડે અમરનાથની ગુફા તરફ ખુલે છે.
જમ્મુથી આશરે ૧૪૦ કિલો મિટર દુર ભગવાન શિવની આ ચમત્કારી ગુફા ઉધમપુર નામના સ્થળે સ્થિત છે. કોઈ પણ શિવખોડી નામની આ ગુફાની અંદર જવાની હિંમત કરતુ નથી પરંતુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેને જોવા માટે રોજ આવે છે. ખરેખર એવુ કહેવામા આવે છે કે જે કોઈ આ ગુફાની અંદર ગયો તે આજ સુધી પાછો આવ્યો નથી.
જો તમે અમરનાથ યાત્રા પર જતા કોઈ પણ ભક્તને આ ગુફા વિશે પૂછશો તો તેના વિશે જરૂરથી જણાવશે. કારણ કે જે લોકો અમરનાથ ધામની મુલાકાત લે છે તેઓ આ ગુફાના જરૂરથી દર્શન કરે છે. એવુ માનવામા આવે છે કે આ ગુફા અમરનાથ ગુફાથી જ સંબંધિત છે. એવુ કહેવામા આવે છે કે ગુફાનો બીજો છેડો બાબા અમરનાથજીની ગુફામા જઈને ખુલે છે. પરંતુ તે કેટલુ સાચુ છે તે શોધવા માટે કોઈ તેની અંદર જતુ નથી.
સ્થાનિક લોકો તો એમ પણ કહે છે કે પ્રાચીન સમયમા સંતો-મહાત્મા આ ગુફા દ્વારા બાબા અમરનાથ જતા હતા. ભગવાન શિવનો વાસ કહેવાતી શિવખોડી ગુફા ૩ મીટર ઉચાઈ અને ૨૦૦ મીટર લાંબી છે. આ ગુફા ૧ મીટર પહોળી અને ૨ થી ૩ મીટર ઉચી છે. આ ગુફા વિશે બીજી એક ખાસ વાત છે જે તેને બાબા અમરનાથ ગુફાની જેમ ચમત્કારિ બનાવે છે.
ખરેખર જેમ બાબા અમરનાથજીની ગુફાનુ શિવલિંગ સ્વાભાવિક છે તે જ રીતે આ ગુફાનુ શિવલિંગ પણ જાતે રચાયેલ છે આને કોઈએ બનાવ્યુ નથી. પરંતુ ફરક એ છે કે આ શિવલિંગ બરફથી બનેલુ નથી. તે શિવલિંગ ખડક દ્વારા આપવામા આવેલા આકારને કારણે બનેલ છે. આને સ્વયં ભગવાન શિવનો આશીર્વાદ માનીને લોકો આની પૂજા-અર્ચના કરે છે.