Homeધાર્મિકશું તમે પૃથ્વી પરના શિવના જીવંત સ્વરૂપો વિષે જાણો છો કે જે...

શું તમે પૃથ્વી પરના શિવના જીવંત સ્વરૂપો વિષે જાણો છો કે જે સાક્ષાત દર્શન આપે છે.

ભગવાન શિવ ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. સાત્વિક અને તામાસિક આ બે પદ્ધતિઓ દ્વારા ભગવાન શિવની પૂજા કરવામા આવે છે. ફળ, ફૂલો, ગંગાજળ વગેરેનો ઉપયોગ સાત્વિક પૂજામા થાય છે જ્યારે તામસિકમા તંત્ર મંત્રનો ઉપયોગ કરીને શિવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવામા આવે છે. કોઈપણ રીતે ભગવાન શિવને તંત્ર શાસ્ત્રના દેવ કહેવામા આવે છે. અઘોરપંથના જન્મદાતા પણ તેમને માનવામા આવે છે.

ભગવાન શિવના પાંચ સ્વરૂપો છે અને તેમાંથી એક અઘોરી છે. આવી સ્થિતિમા અઘોરીઓને પૃથ્વી પર શિવના જીવંત સ્વરૂપની માન્યતા આપવામા આવી છે. અઘોરીઓનો પોતાનો એક સમુદાય છે જેનો વિશ્વ સાથે કોઈ સંબંધ નથી. અઘોરીને એવા વ્યક્તિ કહેવામા આવે છે જે આરામદાયક, સરળ અને નિર્દોષ અવસ્થામા હોય જેના પર દુનિયાનો કોઈ પ્રભાવ હોતો નથી. તેઓ શિશુ જેવા પવિત્ર હોય છે.

જ્યારે બહારથી જોવામા આવે છે ત્યારે તે સ્વભાવમા ખૂબ ગુસ્સા વાળા લાગે છે પરંતુ તેમનુ હૃદય ખૂબ કોમળ હોય છે. તેમની પાસે લોકકલ્યાણની ભાવના રહેલી હોય છે. તેમની દ્રષ્ટિમા બધા સમાન છે તેઓ કોઈની સાથે ભેદભાવની લાગણી અપનાવતા નથી.

જો કે તેમનો ગુસ્સો ખૂબ ઉગ્ર હોય છે. જો તેઓ કોઈની ઉપર ગુસ્સે થાય તો પછી તે વ્યક્તિના જીવનનો વિનાશ થવાથી રોકી શકશે નહી. જ્યારે તેઓ કોઈની ઉપર ખુશ થઈને તેને આશીર્વાદ આપે તો તેના ખુબ જ સારા પરિણામો મળે છે.

અઘોરીઓના રહસ્યમય જીવનને જાણવાની ઉત્સુકતા હંમેશા લોકોમા રહે છે પરંતુ તેઓ ખુલ્લેઆમ વાત કરવાનુ પસંદ કરતા નથી. તેઓ સમાજથી દૂર રહે છે અને પોતાની સાધનામા તલ્લીન રહે છે. તેમના વિશે એવુ કહેવામા આવે છે કે તેનામા ભગવાન શિવના દર્શન થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments