દેશ અને વિદેશમાં આવી ઘણી વસ્તુઓ છે જેને શાપિત માનવામા આવે છે. તેમાંથી એક થોમસ બસ્બીની ખુરશી છે. એવુ કહેવામા આવે છે કે આ ખુરશી એટલી ખરાબ છે કે જે પણ તેના પર બેસે છે તે જલ્દીથી મરી જાય છે.
ખરેખર આ ખુરશી ઇંગ્લેન્ડના સર્કસ મ્યુઝિયમમા રાખવામા આવી છે. તે જમીનથી લગભગ ૬ ફૂટની ઉચાઈ પર મૂકવામા આવી છે. કારણ કે ત્યાંના લોકોને ડર છે કે કોઈ અજાણતાં અથવા આકસ્મિક રીતે તેના પર બેશે નહી. એવુ કહેવામા આવે છે કે આ ખુરશી થોમસ બસ્બી નામના વ્યક્તિની છે. તેને આ ખુરશી ખૂબ ગમતી હતી.
એવુ કહેવામા આવે છે કે થોમસ આ ખુરશીને એટલો બધો પ્રેમ કરતો હતો કે કોઈ પણ વ્યક્તિ આ ખુરશી ઉપર બેસે તે પસંદ ન હતુ. તેના પરિવારના સભ્યો પણ તેના પર બેસી શકતા નહીં. પણ એક દિવસ તેના સસરા આ ખુરશી પર બેઠા. તેનાથી ગુસ્સે થઈને થોમસએ તેમની ખુરશીમા જ હત્યા કરી નાખી હતી. ત્યારથી આ ખરાબ માનવામા આવવા લાગી.
એવુ કહેવામા આવે છે કે ત્યારથી જે પણ વ્યક્તિ પણ આ ખુરશી પાસે પહોચીને તેના પર બેસવાનો પ્રયત્ન કર્યો તે થોડા દિવસોમા જ મરી જાય છે. આ ખુરશીને કારણે અત્યાર સુધીમાં લગભગ ૬૩ લોકોના મોત નીપજ્યા છે. ત્યારબાદ આ ખુરશી સંગ્રહાલયમા રાખવામા આવી છે. તેમ છતા મૃત્યુનુ રહસ્ય વૈજ્ઞાનિકો દ્વારા હલ કરવામા આવ્યુ નથી.