Homeઅજબ-ગજબઆ શ્રાપિત તળાવ દર વર્ષે એક અપરણિત છોકરીની બલિદાનની માંગ કરે છે...

આ શ્રાપિત તળાવ દર વર્ષે એક અપરણિત છોકરીની બલિદાનની માંગ કરે છે તો જાણો એવું તે શું હતું આ તળાવમાં .

આપણા વિશ્વમા વિચિત્ર ઘટનાઓની અછત નથી. આપણે રહસ્યોથી ભરેલા કેટલાક સ્થળો વિશે સાંભળ્યું છે. પરંતુ હજી પણ એવા અસંખ્ય સ્થળો છે જે માનવ મગજની બહાર છે. આજે અમે તમને એક એવી જ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

અહી એક સરોવરની વાત થઈ રહી છે. જે દક્ષિણ આફ્રિકાના ઉત્તર ટ્રાંસવાલ વિસ્તારમા સ્થિત છે. આજ સુધી આ તળાવ પર જે પણ કોઈ ગયુ છે તે પાછુ ફર્યું નથી. અહીંના લોકો તેને શાપિત માને છે. હવે તમે વિચારતા જ હશો કે અહીંનુ પાણી ચોક્કસપણે પ્રદૂષિત હશે અથવા આસપાસ ઝેરી ગેસની હાજરી હશે, પરંતુ એવુ કઈ નથી.

લોકોએ સમય-સમય પર આના રહસ્યને છુપાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તે થઈ શક્યુ નહીં. દરેક વખતે કંઈક એવુ બન્યુ કે સંશોધકોની ટીમને ખાલી હાથે પાછા ફરવુ પડ્યુ છે. આ બધા કારણોને લીધે લોકો હવે આ તળાવને શાપિત માને છે. પાંડુજી તળાવ તરીકે ઓળખાતા આ સરોવરની બીજી એક રસપ્રદ વાત એ છે કે તેમા મુટાલી નદીનુ પાણી આવે છે.

જો કે નદીના સ્ત્રોતની જાણકારી મળી નથી. સરોવરનુ પાણી વિચિત્ર રીતે ભરતી ઓટની જેમ ઉપર નીચે થયા કરે છે. પાંડુજી તળાવની આજુબાજુમા રહેતા લોકોનુ માનવુ છે કે આ તળાવનો માલિક એક મહાકાય ડ્રેગન છે જે મુતાલી નદીના વિસ્તારમા રહે છે. તે ઉર્વરાના દેવ છે. તેને ગમતુ નથી કે કોઈ પણ તળાવની આજુબાજુ આવે.

ઉર્વરાના દેવતાઓ દર વર્ષે અપરિણીત સ્ત્રીની બલિ માંગે છે. દેવતાઓને હંમેશા પ્રસન્ન રાખવા માટે સ્થાનિક રહેવાસીઓ ડોમ્બા નૃત્યનુ આયોજન કરે છે. હકીકતમા પાંડુજી તળાવ ઘણા રહસ્યો ધરાવે છે જેના વિશે હજી સુધી માનવ સમાજ માટે જાણવુ શક્ય નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments