રાધા-કૃષ્ણનુ એક સાથે નામ આખુ વિશ્વ લે છે અને એવા હજારો મંદિરો છે જ્યા રાધા-કૃષ્ણની એક સાથે પૂજા થાય છે પરંતુ એક એવુ મંદિર પણ છે જ્યા ભગવાન શ્રીકૃષ્ણની સાથે રુકમણીની પૂજા કરવામા આવે છે. દુનિયાભરમા ઘણા એવા મંદિરો છે જ્યા ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની મૂર્તિઓ સાથે છે અથવા ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલારામ સાથે છે. હિન્દુ ધર્મ અનુસાર ૧૬,૧૦૮ પત્નીઓ હોવા છતા ભગવાન શ્રીકૃષ્ણના તેમની પત્નીઓ સાથે ઘણા ઓછા મંદિરો છે પરંતુ એક એવુ મંદિર છે જ્યા ભગવાન શ્રીકૃષ્ણની પૂજા રુકમણીની સાથે કરવામા આવે છે.
પુણેથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર મહારાષ્ટ્રમા એક ગામ છે જ્યા શ્રી કૃષ્ણની પૂજા તેમની પત્ની રુકમણી સિવાય અન્ય કોઈની સાથે નથી. ભક્તો આ મંદિરની મુલાકાત માટે હજારો માઇલની મુસાફરી કરે છે. મહારાષ્ટ્રના પંઢરપુર નામના ગામમા ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની પત્ની રુકમણીનુ વિઠ્ઠલ રુકમણી નામનુ મંદિર છે. આ મંદિરમા શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીની સુંદર કાળી મૂર્તિઓ છે.
આ મંદિર ભક્તોની ઉડી આસ્થાનુ કેન્દ્ર રહ્યુ છે. ચંદ્રભાગા નદીના કાંઠે સ્થિત વિઠ્ઠલ રુકમણી મંદિરની પૂર્વમા ભીમ નદીના કાંઠે છે. ભીમ નદી અહી ચંદ્રભાગા તરીકે ઓળખાય છે. અષાઢ, કાર્તિક, ચૈત્ર અને માઘા મહિના દરમિયાન નદીના કાંઠે મેળાનુ આયોજન કરવામા આવે છે જે હજારો લોકોને આકર્ષે છે. તે મેળા મા ભજન-કીર્તન કરીને વિઠ્ઠલને પ્રસન્ન કરવામા આવે છે.
ઘણા શ્રદ્ધાળુઓ તેમના ઘરેથી મંદિર સુધી પહોચવા માટે પગપાળા યાત્રા કરે છે. જેને દિંડીયાત્રા કહેવામા આવે છે. એવુ માનવામા આવે છે કે આ યાત્રાને મંદિરમા અષાઢી એકાદશી અથવા કાર્તિક એકાદશીએ સમાપ્ત કરવાનુ મહત્વ છે. તેથી ભક્તો આ સમયના થોડા દિવસો પહેલા જ પ્રવાસ શરૂ કરે છે જેથી તેઓ આ દિવસે યાત્રા પૂર્ણ કરી શકે. પઢરપુરથી લગભગ ૫૨ કિ.મી. કુર્દુવાડીનુ રેલ્વે સ્ટેશન છે. પાંડુરવાડથી પંઢરપુર સુધીની બસ સરળતાથી મળી રહે છે.