શ્રીમદ્ ભાગવત પુરાણ અને મહાભારતમા શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનો ઉલ્લેખ જોવા મળે છે. સુભદ્રા શ્રીકૃષ્ણ અને બલરામની બહેન હતી. ઓડિશાના પુરીમા ‘જગન્નાથની યાત્રા’ મા ભગવાન શ્રીકૃષ્ણની સાથે બલારામ અને સુભદ્રા બંનેની મૂર્તિઓ પણ સાથે છે. ચાલો જાણીએ તેમના વિશેની ૫ વિશેષ બાબતો.
૧) સુભદ્રા વાસુદેવની બીજી પત્ની રોહિણીની પુત્રી હતી, જ્યારે વાસુદેવની બીજી પત્ની દેવકીનો પુત્ર શ્રી કૃષ્ણ હતો. આ રીતે શ્રી કૃષ્ણ અને સુભદ્રાના પિતા એક સમાન હતા પણ માતા અલગ હતી. બલરામની માતા પણ રોહિણી હતી.
૨) સુભદ્રાના લગ્ન કૃષ્ણએ પોતાની કાકી કુંતીના પુત્ર અર્જુન સાથે કરાવ્યા હતા. જ્યારે બલરામ ઈચ્છતો હતો કે સુભદ્રાના લગ્ન કૌરવ કુળમા થાય. બલરામની અડગતાને લીધે કૃષ્ણે અર્જુન દ્વારા સુભદ્રાનુ હરણ કરાવી લીધુ હતુ. ત્યારબાદ દ્વારકામા અર્જુનના સુભદ્રા સાથેના લગ્નન વિધિ પૂર્વક સમ્પન થયા.
૩) સુભદ્રા સાથે લગ્ન કર્યા પછી અજુન દ્વારકામા એક વર્ષ રહ્યો અને બાકીનો સમય પુષ્કર ક્ષેત્રમા વિતાવ્યો. ૧૨ વર્ષ પૂરા થયા પછી તે સુભદ્રા સાથે ઈન્દ્રપ્રસ્થ પરત ફર્યા.
૪) સુભદ્રાને બે બહેનો હતી. પ્રથમ એકનંગા (આ યશોદાની પુત્રી હતી), બીજી યોગમાયા. જેણે દેવકીના ગર્ભાશયમાંથી સતીએ મહામાયા તરીકે જન્મ લીધો હતો ત્યારે કંસ દ્વારા તેને પકડીને પટકવા જતો હતો ત્યારે તેના હાથમાંથી છુટી ગઈ હતી. એવુ કહેવામા આવે છે કે વિંધ્યાચલમા આ દેવીનો વાસ છે. આ પણ કૃષ્ણની બહેન હતી. આ છતા પણ ચુકી અને દ્રૌપદીને પોતાની બહેન માનતા હતા.
૫) સુભદ્રાનો પુત્ર અભિમન્યુ હતો જેણે મહાભારતના યુદ્ધમા ચક્રવ્યુમા ફસાવાને કારણે દુર્યોધન, કર્ણ સહિત કુલ સાત આઠ લોકો દ્વારા નિર્દયતાથી હત્યા કરી દેવામા આવી હતી. અભિમન્યુની પત્નીનુ નામ ઉત્તરા હતુ જેના ગર્ભાશયથી પરીક્ષિતનો જન્મ થયો હતો અને પરીક્ષિતનો પુત્ર જન્મેજય હતો.