આપણા દેશમા સ્ત્રીઓ દરરોજ ઘણા પ્રકારના જુલમનો સામનો કરે છે અને તેઓ શાંતિપૂર્વક આને પોતાનુ ભાગ્ય છે તેવુ માને છે. સિંધુતાઇ સપકાલ જે આજે આશરે ૧૨૦૦ બાળકોની માતા છે. તેણે પણ પોતાની યુવાનીમા ઘણા અત્યાચાર સહન કર્યા હતા. પરંતુ તેમનો આત્મવિશ્વાસ ઓછો થયો નહી. સિંધુતાઇએ માત્ર પોતાની જાતને સંભાળી અને સાથે-સાથે વિચિત્ર પરિસ્થિતિઓમા પોતાની પુત્રીનો ઉછેર્યો કર્યો. તે જ સમયે તેમણે મુશ્કેલીઓનો સામનો કરીને નિરાધાર બાળકોને દત્તક લેવાનુ શરૂ કર્યું. સિંધુતાઇએ હરઝિંદગી સાથે વિશેષ ચેટ કરી હતી અને તેણે જે પડકારનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે વાત કરી હતી. ચાલો જાણીએ તેની પ્રેરણાદાયી વાર્તા વિશે.
૧૪ નવેમ્બર ૧૯૪૮ ના રોજ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામા જન્મેલા સિંધુતાઇ એક એવા પરિવારના છે જે પ્રાણીઓને ચરાવતા હતા. તેમણે નાનપણથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને વાંચવાની ખૂબ ઇચ્છા હતી અને તેના પિતા પણ ઇચ્છતા હતા કે તેઓ વાંચે પરંતુ તેમની માતાના વિરોધને કારણે આવુ થઈ શક્યુ નહી. તે ફક્ત ચોથા ધોરણ સુધી ભણી શકયા હતા.
તેમના લગ્ન ૯ વર્ષની ઉંમરે થયા હતા. સિંધુતાઈનો પતિ તેના કરતા ૨૧ વર્ષ મોટો હતો. સિંધુતાઇએ શરૂઆતથી અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. તે તેમના ગામના પ્રભાવશાળી વ્યક્તિ સામે ખુલ્લેઆમ બોલ્યા હતા જેના કારણે તેમની સાથે દુર્વ્યવહાર કરવા આવ્યો હતો. તેને પોતાના સમુદાયના વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને તેમનુ લગ્ન જીવન પણ બરબાદ થઈ ગયુ હતુ.
જ્યારે તે ૯ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેમના પતિએ તેમને લાત મારીને ઘરની બહાર કાઢી મુક્યા હતા. સિંધુતાઇ કહે છે જ્યારે મે બેભાન અવસ્થામા મારી પુત્રીને જન્મ આપ્યો ત્યારે મારી પાસે કોઈ નહોતુ. મારી આસપાસ ગાય હતી તે મારો સહારો બની હતી. ૧૧૬ વાર મેં બાળકની નાળને પથ્થર મારીમારી ને કાપી હતી. આ સમયે મે વિચાર્યું કે જ્યારે હુ આટલુ સહન કરી શકુ છુ ત્યારે ભવિષ્યમા મારે વધુ શક્તિ બતાવવી પડશે.
જ્યારે સિંધુતાઇએ એક પુત્રીને જન્મ આપ્યો ત્યારે તેના માથા ઉપર છત નહોતી તે સંપૂર્ણપણે લાચાર હતી. તેતને પોતાની માતાએ પણ આશરો આપવાનો ઇનકાર કર્યો હતો. આ સમય દરમિયાન તે ભીખ માંગીને જીવતા હતો. સિંધુતાઈ કહે છે હુ રેલ્વે સ્ટેશન પર ભક્તિ ગીતો ગતિ હતી અને મને મળેલા પૈસાથી હું મારી જાતને અને બાળકોને ખવડાવતી હતી. હુ મારી જાતને તેમજ અન્ય ભિખારીને ખવડાવતી હતી.
અનાથ બાળકો જે પણ મારી પાસે આવતા હુ તેમને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. જોકે આ સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો.પરંતુ તેમ છતા મેં વિચાર્યું કે મારે તેમને ટેકો આપવો પડશે. સિંધુતાઇએ પુત્રીની પરવરીશ પુણેના શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ટ્રસ્ટને હાથમા સોંપી હતી અને આ ટ્રસ્ટના ટેકાથી તેમની પુત્રીએ બી.એ પાસ કર્યું હતુ.
સિંધુતાઇએ પોતાના જીવનમા જે વેદના સહન કરી હતી તેનાથી પાઠ લેતા હતા.
તેઓ ગરીબ અને અનાથ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા સંકલ્પબદ્ધ હતા. તેમણે નિર્દોષ બાળકો માટે પોતાનુ જીવન સમર્પિત કર્યું હતુ, જો કે તેની પાસે આજીવિકા માટે કોઈ નિશ્ચિત સાધન નહોતુ પરંતુ આ છતા તેમણે પોતાના માટે આદરણીય જીવન જીવવાની વ્યવસ્થા કરી. આજે પોતાના દત્તક લીધેલા બાળકો નોકરી કરી રહ્યા છે અને સારી જીંદગી જીવી રહ્યા છે.
જો કે સિંધુતાઇએ કહ્યુ હતુ કે શિક્ષિત ન હોવાને કારણે પોતાના કાર્યને સરકારી માન્યતા મળી શકતી નથી અને ન તો તેમને સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ મળી. સિંધુતાઇના બાળકોને દત્તક લેવાની પ્રસિદ્ધિ વધતી ગઈ અને જ્યારે તેના પતિને આ વિશે ખબર પડી ત્યારે તેમણે પોતાની ક્રિયાઓ બદલ માફી માંગી.
સિંધુતાઇએ તે સમયે તેમને પતિ તરીકે સ્વીકાર્યા નહીં. સિંધુતાઇ કહે છે કે મે મારા પતિએ જે કર્યું તેના માટે માફ કરી દીધા. જેમ મારા વધારે બાળકો હતા તેમજ મે તેમને મારા બાળક તરીકે સ્વીકાર્ય. થોડા વર્ષો પછી તેના પતિનુ પણ નિધન થયુ હતુ. સિંધુતાઇને આ ઉમદા હેતુ માટે અત્યાર સુધીમાં ૭૦૦ થી વધુ સન્માન આપવામા આવ્યા છે. તેમને મળતા સન્માનમાંથી જે રકમ મળે તે બાળકોના ઉછેરમા ખર્ચ કરે છે.
સિંધુતાઈને ડી વાય પાટિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને સંશોધન પુણે દ્વારા ડોક્ટરેટનો એવોર્ડ આપ્યો છે. ” મી સિંધુતાઇ સપકાલ ” સિંધુતાઇના જીવન પરની મરાઠી ફિલ્મ ૨૦૧૦ મા રીલિઝ થઈ હતી અને તે ૫૪ મી લંડન ફિલ્મ ફેસ્ટિવલમા પણ બતાવવામા આવી હતી. સિંધુતાઈ અમિતાભ બચ્ચનના શો ” કૌન બનેગા કરોડપતિ ” મા પણ જોવા મળી હતી. આ દરમિયાન તેમની પ્રેરણાદાયી વાર્તા બતાવવામા આવી હતી. આજે પણ ૭૨ વર્ષીય સિંધુતાઇ બાળકોને દત્તક લેવાનુ અને તેમને વધુ સારુ ભવિષ્ય આપવા સંકલ્પબદ્ધ છે. તે કહે છે કે મારે બાળકોના દુ:ખ દૂર કરવા માટે આગળ પણ બાળકોને દત્તક લેવા પડશે. મારુ સ્વપ્ન થોડા વધુ વર્ષો જીવવાનુ છે અને કેટલાક બાળકોની માતા બનવાનુ છે.