ફિલ્મ સુપરહિટ થયા પછી પણ સલમાન ખાનને નહોતું મળ્યું કામ, બેરોજગાર પુત્રને જોયા બાદ સલીમ ખાને કરી હતી ભલામણ…

0
192

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું પૂરું નામ ‘અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન’ છે. સલમાન તેના પાંચ ભાઈ-બહેનો (સલમાન, અરબાઝ, સોહેલ, અલવીરા અને અર્પિતા) માં સૌથી મોટો છે. સલમાનના પરિવારની વાત કરીએ તો તેના પિતા સલીમ ખાન હિન્દી સિનેમાના જાણીતા લેખક છે અને તેની માતા સુશીલા ચારક ઉર્ફે સલમા ગૃહિણી છે. સલમાનની બીજી માતા હેલેન, તેના સમયમાં લોકપ્રિય કેબરે ડાન્સર હતા. સલમાન ખાને સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા બાદ, કોલેજમાં એડમિશન તો લીધું પણ થોડા સમય બાદ કોલેજ છોડી દીધી.

સલમાન ખાનની જિંદગી ખુબ જ વિવાદોથી ભરેલી છે, પરંતુ તેણે હંમેશા ગરીબ લોકોને મદદ કરી છે. સલમાન ખાને ‘બીઇંગ હ્યુમન’ નામની પોતાની સંસ્થા પણ શરૂ કરી છે, જેમાં તે જરૂરીયાતમંદ લોકોને મદદ કરે છે. સલમાન ખાન એક એવા બોલિવૂડ સ્ટાર છે જેનો સ્ટારડમ માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ તેના વાસ્તવિક જીવનમાં પણ જોવા મળે છે.

સલમાન ખાન એટલા આગળ વધી ગયા છે કે તેના માટે દરેક લોકો દિવાના છે. પરંતુ તમને લગભગ એ વાત ખબર નહીં હોય કે, સુપર હિટ ફિલ્મ “મૈંને પ્યાર કિયા” પછી પણ સલમાન ખાન છ મહિના સુધી ખાલી બેઠો રહ્યો હતો. ત્યાર પછી, તેના પિતાએ તેની વેલ્યુ (કિંમત) વધારવા માટે જી.પી.સિપ્પી સાથે ફિલ્મની ઘોષણા કરી હતી.

એક ઈન્ટરવ્યુમાં સલમાને કહ્યું હતું કે, “મેં મારી કારકિર્દીની શરૂઆતમાં ખૂબ જ ધક્કા ખાધા છે, શરૂઆતમાં, હું મારા જ્યારે લોકો પાસે રોલ  નિભાવવા માટે પૂછવા જતો ત્યારે કોઈ કહેતું કે હું હીરો માટે નેનો છું, તો કોઈ કહેતું કે તું ઉંમર કરતા વધારે વધારે વયનો છો. પછી સલમાને મૈને પ્યાર કિયા ફિલ્મમાં તેની ભૂમિકા નિભાવી. ત્યાર બાદ તે બોલીવુડમાં જાણીતો થયો. આજે સલમાન ખાન બોલિવૂડનો મોટો સુપરસ્ટાર છે 

તમને જણાવી દઈએ કે સલમાન ખરેખર એક અભિનેતા નહીં પણ લેખક બનવા માંગતો હતો. આવા મોટા સુપરસ્ટારના શોખ પણ અનન્ય છે. સલમાનને સાબુ ખુબ જ પ્રિય છે. અને આ જ કારણથી તેના બાથરૂમમાં વિવિધ પ્રકારના સાબુ રાખવામાં આવે છે, પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, સલમાનને ‘ટ્રાય્યુમિનલ ન્યુરલજીયા’ નામની બીમારી છે.

આ રોગને આત્મઘાતી રોગ પણ કહેવામાં આવે છે. સલમાનને કોઈ પણ એવોર્ડ પર વિશ્વાસ નથી. જાહેર પ્રેમ તેમના માટે સૌથી મોટું ઇનામ છે. દબંગ 2, એક થા ટાઇગર, દબંગ, વોન્ટેડ, રેડી અને બોડીગાર્ડ જેવી ફિલ્મોએ સફળતાની નવી વ્યાખ્યા લખી અને અત્યારે સલમાન ખાનને સૌથી મોટો બલિવુડ સ્ટાર માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here