જ્યારે સાપની વાત આવે છે ત્યારે મનમા ભય અને રોમાંચ બંને અનુભવાય છે. સામાન્ય રીતે એવુ માનવામા આવે છે કે સાપની પ્રજાતિ માનવી માટે હાનિકારક છે. ચોક્કસપણે કેટલાક સાપ માનવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે જ્યારે સાપની ઘણી પ્રજાતિઓ છે જે માનવ સાથે મૈત્રીપૂર્ણ ભર્યો વહેવાર ઈચ્છે છે. પૃથ્વી પર આશરે ૩૦૦૦ જાતિના સાપ છે અને તેમની ત્વચાના કલર અને કદમા નોંધપાત્ર ફેરફાર હોય છે. આવી સ્થિતિમા આ સાપની વિવિધ જાતોને ખૂબ નજીકથી જોવુ એ એક અલગ સાહસ છે. જો વન્યપ્રાણી તમને લલચાવે છે અને તમે તેમને એકવાર નજીક જઈ જોવા માંગો છો તો ભારતમા રહીને તમે પણ આવુ કરી શકો છો.
ખરેખર ભારતમા ઘણા સાપ ના પાર્ક છે. જ્યા તમને સાપની વિવિધ જાતો નજીકથી જોવા મળશે. જો કે કોવિડ ૧૯ ના ચેપના ભયના કારણે આ પાર્ક્સ આ દિવસોમા સામાન્ય લોકો માટે બંધ કરી દેવામા આવ્યા છે. પરંતુ જ્યારે તે થોડા સમય પછી ફરી ખુલે છે ત્યારે તમે ત્યાં જઇ શકો છો. આજે અમે તમને આ સાપ ના પાર્ક્સ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તમારી આગલી સફરની યોજના સરળતાથી કરી શકો છો.
૧) ચેન્નાઈ સાપ પાર્ક :- ચેન્નાઇ સાપ પાર્ક એ ભારતનુ પહેલુ સાપ પાર્ક છે અને તેથી તેનુ પોતાનુ આગવુ મહત્વ છે. તે ચેન્નાઈના ગુઈડીમા રાજ ભવન પોસ્ટ પાસે સ્થિત છે. ચેન્નાઇમા સ્થિત આ પાર્ક ગુઈડી સાપ પાર્ક અથવા મદ્રાસ સ્નેક પાર્ક તરીકે પ્રખ્યાત છે. આ પાર્કની સ્થાપના ૧૯૭૨ મા રોમુલસ વ્હાઇટેકર દ્વારા કરવામા આવી હતી.
આ સાપ પાર્કમા વાઇપર, રેટિક્યુલેટેડ અજગર, ભારતીય રોક અજગર, રસેલ વાઇપર, ક્રેટ,રેડ સેડ બોઆ, ડોગ-ફેસેડ વાટર સાપ, સેંડ બોઆ અને કેટ સ્નેક જેવા ૨૯જાતિના સાપ છે. ચેન્નાઈ સ્નેક પાર્કમા તમે વિવિધ જાતિના સાપ તેમજ વિવિધ જાતોના કાચબા, મગર અને ભારતીય ગરોળી જોઈ શકો છો.
૨) કટરાજ સાપ પાર્ક :- મહારાષ્ટ્રમા સ્થિત આ સાપ પાર્ક ચોક્કસપણે આશ્ચર્યજનક છે. આ સાપ પાર્ક રાજીવ ગાંધી પ્રાણી ઉદ્યાનનો એક ભાગ છે. તે પુનાના સતારા રોડ પર કટરાજ ડેરીની સામે સ્થિત છે. કટરાજ સાપ પાર્ક સૌથી રસપ્રદ જગ્યાઓમાંથી એક છે કારણ કે તેનો હેતુ સાપ વિશે અંધશ્રદ્ધાઓને દૂર કરવાનો છે.
તમે આ ઉદ્યાનમા સ્ટેજ પરફોર્મન્સ જોઈ શકો છો અને તમને સાપ વિશે ઘણુ જાણવા મળશે. પૂનાના આ પાર્કમા કોબ્રા અને અજગર જેવા ૨૨ જાતિના સાપ જોઈ શકાય છે. સ્નેક ફેસ્ટિવલ દરમિયાન કટરાજ સ્નેક પાર્કમા જવુ એ ચોક્કસપણે સારો વિચાર છે.
૩) કોલકાતા સાપ પાર્ક :- આ સાપ પાર્ક એ પૂર્વ ભારતનુ પહેલુ સાપ પાર્ક છે. જેની સ્થાપના ૨ ઓક્ટોબર ૧૯૭૭ ના રોજ એક પ્રખ્યાત પશુચિકિત્સક શ્રી દીપક મિત્રાએ કરી હતી. તે ૨ એકર જમીનમા પથરાયેલુ છે અને સાપની સુરક્ષા માટે આદર્શ સ્થળ માનવામા આવે છે.
સ્થાનિક લોકો અને પ્રવાસીઓ સાપની કેટલીક દુર્લભ પ્રજાતિઓ જોવા પાર્કની મુલાકાત લે છે. આ પાર્કમાં ફક્ત સાપ જ નહી પરંતુ પક્ષીઓ, મગર અને ગરોળીની વિવિધ જાતો છે. અહીંના મુખ્ય આકર્ષણોમા યેલો મોનિટર ગરોળી અને સ્મૂથ ગ્રેન સ્નેક શામેલ છે.
૪) બન્નેરઘટ્ટા સાપ પાર્ક :- બેંગ્લોરથી આશરે ૨૦ કિમી દૂર સ્થિત બન્નેરઘટ્ટા સાપ પાર્ક બેંગલોરમા બન્નેરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાનનો એક ભાગ છે. અહીનુ સાપ પાર્ક પ્રાણી સંગ્રહાલયનુ એક મોટુ આકર્ષણ છે. તે વિવિધ પ્રકારના સરિસૃપનુ ઘર છે અને તેથી તે વિશ્વભરના પ્રવાસીઓનુ આકર્ષણનુ કેન્દ્ર રહ્યુ છે. તેથી બન્નેરઘટ્ટા સાપ પાર્ક એ ભારતના શ્રેષ્ઠ પાર્ક માંથી એક છે.