જાણો સુભાષચંદ્ર બોઝની સુરક્ષા કરતી વખતે કોણે 3 ગોળીઓ ખાધી હતી અને તેનો સાચો સાથી કોણ હતું.

દિલધડક સ્ટોરી

તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દુંગા, નેતાજી સુભાષચંદ્ર બોઝનુ આ સૂત્ર હજી યુવાનોના દિલ પર છપાયેલુ છે.તેમના શબ્દો આજની પેઢીમા ખૂબ ઉત્સાહનો ઉમેરો કરે છે ત્યારે વિચારો કે તેમના શબ્દોમા કેટલી ઉર્જા હશે જ્યારે તે સ્વતંત્ર ભારતીય સૈન્ય ચલાવતા હતા. બોઝ અને તેની આઝાદ હિંદ સેનાએ બ્રિટીશ સરકારની ઊંઘ હરામ કરી નાખી હતી અને આ બધુ સંભવ એટલા માટે થઈ શક્યુ હતુ કે નેતાજી પાસે વફાદાર સૈનિકોએ હતા જે તેમના માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર હતા.

કોઈ પણ સંજોગોમા બ્રિટીશ સરકાર નેતાજીને પકડવા માંગતી હતી અને તેથી નેતાજીના ઠેકાણાની જાણ થતા જ તેઓ હુમલો કરતા હતા. એકવાર બર્માના જંગલોમા બ્રિટીશ સૈનિકોએ સુભાષચંદ્ર બોઝ પર ગુપ્ત રીતે હુમલો કર્યો હતો પરંતુ તે તેમનુ કઈ બગાડી શક્યા ન હતા. કારણ કે તે સમયે નેતાજી ઉપર છુટેલી ગોળીઓ એક સાચા દેશ ભક્ત નીજામુદિને પોતાની છાતી ઉપર લઈ લીધી હતી.

નિઝામુદ્દીનનુ અસલી નામ સૈફુદ્દીન હતુ અને તેનો જન્મ વર્ષ ૧૯૦૧ મા ધકવાન ગામમા (હાલમાં ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામા આવેલુ છે) થયો હતો. ૨૦ વર્ષની ઉંમરે તે બ્રિટીશ આર્મીમા જોડાવા માટે ઘરેથી ભાગી ગયા હતા. પરંતુ અહી એક દિવસ તેમણે એક બ્રિટીશ અધિકારીને કહેતા સાંભળ્યા કે ભારતીય સૈનિકોને બચાવવા કરતા વધારે જરૂરી ગધેડાને બચાવા છે, જેના ઉપર રાશન મુકીને બાકીની સૈન્ય માટે મોકલવામા આવે છે.

તે પોતાના સાથીઓ માટે આ પ્રકારની નિર્દય અને કટાક્ષપૂર્ણ ટિપ્પણી સહન ન કરી શક્યા અને તેણે ત્યા બ્રિટીશ અધિકારી પર ગોળી ચલાવી દીધી. તે અહીથી સિંગાપોર ભાગી ગયા અને નેતાજીની સેનામા જોડાયો અને તેનુ નામ ‘નિઝામુદ્દીન.’ રાખવામા આવ્યુ. તે નેતાજીની કારનો ડ્રાઇવર હતો જે તેમને મલયના રાજાએ ભેટ આપી હતી. ૧૯૪૩ થી ૧૯૪૪ સુધી તેમણે બર્મા (હાલના મ્યાનમાર) ના જંગલોમા નેતાજી સાથે બ્રિટીશ સૈન્ય સામે લડ્યા હતા.

એક મુલાકાતમા તેમણે કહ્યુ હતુ કે અમે જંગલમા હતા અને અચાનક મે ઝાડીઓ માંથી એક બંધુકની નળી જોઈ અને હુ તરત જ નેતાજી સામે કૂદી ગયો. ત્રણ ગોળીઓ વાગ્યા પછી હુ બેહોશ થઈ ગયો અને જ્યારે મને હોશ આવ્યો ત્યારે નેતાજી મારી બાજુમા ઉભા હતા. કેપ્ટન લક્ષ્મી સહગલે મારા શરીરમાંથી ગોળીઓ કાઢી હતી. આ ૧૯૪૩ નુ વર્ષ હતુ.
આ ઘટના પછી જ નેતાજીએ તેમને ”કર્નલ” ની પદવી આપી હતી. તેમણે અનેક મુસાફરીમા નેતાજીને ટેકો આપ્યો અને આઝાદ હિન્દ ફૌજ ભંગ ન થઈ ત્યા સુધી છાયાની જેમ તેમની સાથે ચાલ્યા. બાદમા તે રંગૂનમા એક બેંકમા ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. તે અને તેનો પરિવાર ૧૯૬૯ મા તેમના ગામ પરત ફર્યા. અહી તેમણે પોતાના ઘરનુ નામ ”હિન્દ ભવન” રાખ્યુ અને આજે પણ તેના ઘરની છત પર તિરંગો ફરકે છે. તે ”જય હિન્દ” કહીને લોકોને શુભેચ્છા પાઠવતા હતા.આવો નિયમ આઝાદ હિંદ ફોજમા હતો. એમ પણ કહેવામા આવે છે કે ”જૂની આદતો જલ્દીથી છુટતી નથી”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *