આ જંગલ આખી દુનિયામા પ્રખ્યાત છે, આખરે કેમ તેને સુસાઈડ ફોરેસ્ટ કહેવામા આવે છે. એક જંગલ કે જે આખા વિશ્વમા પ્રખ્યાત છે અને લોકો તેને સુસાઈડ ફોરેસ્ટના નામે જાણે છે. આ જંગલને આ નામથી બોલાવવાનુ એક કારણ છે. ચાલો આજે એવા જંગલ વિશે વાત કરીએ જે આત્મઘાતી વન તરીકે પ્રખ્યાત છે. તે જાપાનમા છે. આ જંગલમા પ્રવેશ કરતી વખતે તમને કંઈક એવુ લખેલુ મળશે કે જે વાંચ્યા પછી તમને અંદર જવાનુ મન નહી થાય. આ લીલુછમ દેખાતુ જંગલ મોર્નિંગ વોક માટે નહીં પરંતુ તેની સાથે સંકળાયેલી હોરર વાર્તાઓ માટે જાણીતુ છે.
સ્યુસાઇડ ફોરેસ્ટ લોકેશન :- સ્યુસાઇડ ફોરેસ્ટ ફુજી પર્વતની નોર્થવેસ્ટ દિશા બાજુ સ્થિત છે. તે 35 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમા ફેલાયેલ છે. આ જંગલ એટલુ ગાઢ છે કે તેને ઝાડનો મહાસાગર પણ કહેવામા આવે છે. આ જંગલમા લોકોનુ ખોવાઈ જવાનુ સામાન્ય છે. આ જંગલ વિશે એવુ કહેવામા આવે છે કે એકવાર અહી ગયા પછી પાછુ આવવુ ખૂબ મુશ્કેલ છે.
જાપાન નું આ વન સમગ્ર વિશ્વમા ચર્ચિત છે. તે વિશ્વની બીજી સૌથી લોકપ્રિય સ્યુસાઈડની જગ્યા છે. અહી તમને જણાવી દઈએ કે પહેલો ગોલ્ડન ગેટ છે. જાપાનની રાજધાની ટોક્યોથી આ વનનુ અંતર બે કલાકથી ઓછુ છે.
જાપાનના આ જંગલમાં પ્રવેશ કરતી વખતે, તમને આવા સંદેશ વાંચવા મળશે, જે પછી તમે આ જંગલમા પ્રવેશતા ડરશો.”તમારા બાળકો કુટુંબ અને તમારા જીવન વિશે કાળજીપૂર્વક વિચારો જે તમારા માતાપિતાની અમૂલ્ય ભેટ છે.”
હવે એ જંગલમા જ વિચાર કરો જેમા પ્રવેશ સમયે તમને આવા સંદેશ મળે છે, શું તમે ડરશો નહીં? તમને જાપાનના ઓકીગહરા જંગલમાં પ્રવેશવા પર આ ચેતવણી આપતા શબ્દો વાંચવા મળશે. આ જંગલ આખા વિશ્વમા સુસાઈડ ફોરેસ્ટ તરીકે પણ ઓળખાય છે.
આ વિસ્તાર કુદરતી રીતે સુંદર છે લોકો આ જંગલમાં ફરવા જાય છે તેઓ એકલા જતા નથી અને અહીં મુલાકાત લેવાની યુક્તિ એ છે કે લોકો પ્લાસ્ટિકની ટેપ સાથે રાખે છે. માર્ગ યાદ રહે એટલા માટે ઝાડ ઉપર પ્લાસ્ટિકની ટેપ બાંધતા બાંધતા આગળ વધવુ. અને આ બધા ઉપરાંત જંગલમા લગભગ ૩૦૦ વર્ષ જુના અદ્ભુત વૃક્ષો છે.
સ્યુસાઇડ ફોરેસ્ટમા જતી વખતે તમારે કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ પડશે. જેમ કે ગમે ત્યા ભટકવાનો પ્રયાસ ન કરો અને હંમેશા એક નિશાન બનાવીને આગળ વધવુ. હંમેશા રીબીન માર્કર તરીકે પ્લાસ્ટિક ટેપ અથવા રિબન રાખો. રાતના સમયે આ જંગલની મુલાકાત લેશો નહી.
એવુ માનવામા આવે છે કે મૃત લોકોની આત્માઓ આ જંગલમા રહે છે. જાપાની મનોવિજ્ઞાન અનુસાર મૃત લોકોની આત્માઓ આ જંગલમા રહે છે. એવુ કહેવામા આવે છે કે ૨૦૦૩ થી અહી લગભગ ૧૦૫ મૃત શરીર મળી આવ્યા છે. જેમાંના મોટા ભાગના સડેલા હતા અને કેટલાકને પ્રાણીઓએ ફાડી ખાધા હતી.
જાપાનના ધાર્મિક લોકોનુ માનવુ છે કે આ જંગલમાં આત્મહત્યાને કારણે અહી પેરાનોર્મલ પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. સૌથી મોટી સમસ્યા એ છે કે અહી કોઈ આધુનિક તકનીક જેવી કે કંપાસ, મોબાઈલ ફોન, વગેરે કામ કરતા નથી. હોકાયંત્ર વિચિત્ર દિશાઓ આપે છે જે ખોટી દિશા તરફ દોરી જાય છે.
અહીં પહોંચતા મોબાઈલ ફોનમા સિગ્નલ મળતા નથી. તેનું કારણ એ છે કે આ વિસ્તારની જમીનમા મેગ્નિટેક આયર્ન છે તેથી આ જંગલમાં પહોંચ્યા પછી પાછા આવવું ખૂબ મુશ્કેલ છે. લોકો એમ પણ માને છે કે જે લોકો અહી આત્મહત્યા કરે છે તેઓના મૃતદેહ અહી પડેલા ન હોવા જોઈએ. વન કામદારો આ મૃતદેહોને પોલીસ મથકે પહોંચાડે છે.