આ એક એવો દેશ છે કે જેમાં ફક્ત ૨૭.૪ ટકા વસ્તી જ હિન્દુ ની છે.

331

સત્તાવાર રીતે સુરીનામનુ ગણરાજ્ય દક્ષિણ અમેરિકા ખંડની ઉત્તરે એક દેશ છે. સુરીનામના પૂર્વમા ફ્રેન્ચ ગુઆનામ અને પશ્ચિમમાં ગુઆનામ સ્થિત છે. તેના ઇતિહાસની વાત કરીએ તો ૨૫ નવેમ્બર ૧૯૭૫ મા સુરીનામને નેધરલેન્ડથી આઝાદી મળી હતી. સુરીનામનો સમાજ બહુસાંસ્કૃતિક છે. જેમા વિવિધ જાતિ, ભાષા અને ધર્મના લોકો વસે છે. દેશના ચોથા ભાગના લોકો દરરોજ ૨ ડોલરમા પોતાનુ જીવન વિતાવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સુરીનામમા ૨૭.૪ ટકા વસ્તી માત્ર હિન્દુઓની છે.

ઘણા સંઘર્ષો બાદ સુરીનામે ૧૯૭૫ મા નેધરલેન્ડના શાસનમાંથી સ્વતંત્રતા મેળવી અને અહી એક નવુ બંધારણ રચાયુ. એક અહેવાલ મુજબ ૫ જૂન ૧૮૭૩ ના રોજ પ્રથમ વખત ઘણા મજૂરો ભારતમાંથી સુરીનામની આધુનિક રાજધાની પરમારિબો આવ્યા હતા. ત્યારબાદ ૧૮૭૩ થી ૧૯૧૬ ના વર્ષોમા ૩૪૦૦૦ થી વધુ ભારતીય મજૂરો સાથે ૫ વર્ષના કરાર કરવામા આવ્યા હતા, જેમાંના મોટાભાગના ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો હતા.

૧૭ મી સદીમા સુરીનામ ઉપર બ્રિટિશ અને ડચ લોકોએ કબજો કર્યો હતો. તેઓએ લોકોને બહારથી લાવીને પોતાના ફાયદા માટે ખેતી કરાવતા હતા. ડચ લોકોએ આ ભારતીઓને શ્રીરામની પવિત્ર ભૂમિ અને તીર્થ યાત્રા બતાવીને સુરીનામ સુધી પહોંચાડ્યા અને પછીથી તેમને ત્યા નાગરિકતા આપી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભોજપુરી અને કેરેબિયન ભાષા સુરીનામમા સૌથી વધુ બોલાતી ભાષા છે.

કહેવાય છે કે ડચ લોકોએ આ ભારતીયોને શ્રી રામની પવિત્ર ભૂમિ અને તીર્થ યાત્રા ગણાવીને સુરીનામ પહોચાડી દીધા અને પછીથી તેમને ત્યા નાગરિકતા આપી હતી. વિશેષ બાબત એ છે કે સુરીનામ ઘણા પ્રખ્યાત ફૂટબોલ ખેલાડીઓનુ જન્મસ્થળ પણ છે સુરીનામ એ વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ દક્ષિણ અમેરિકાનો સૌથી નાનો સાર્વભૌમ દેશ છે. તેની રાજધાની પારામારિબો છે.

Previous articleશું તમારે પણ ઊંઘમાં બડબડવાની ટેવનો રોગ છે, તો જાણો તેના ઉપાય વિષે, જેથી થશે તમારી આ મુશ્કેલીઓ દૂર…
Next articleજાણો એવી ભારતીય કંપની વિષે કે જેને મોટાભાગના ભારતીયો વિદેશી કંપની માને છે પરંતુ તે વાસ્તવમાં ભારતીય કંપની જ છે.