શું તમે જાણો છો કે, સૂર્ય ગ્રહણ એટલે શું? જાણો તેને સંબધિત ધાર્મિક માન્યતાઓ વિષે…

રસપ્રદ વાતો

ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણને અશુભ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષ દૃષ્ટિકોણથી સૂર્યગ્રહણનું ખૂબ જ મહત્વ છે. તો ચાલો જાણીએ સૂર્યગ્રહણ વિશે વિગતવાર.

સૂર્યગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. વૈજ્ઞાનિક વ્યાખ્યા મુજબ, જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય એક જ સીધી લાઇનમાં આવે છે અને પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય છે. આને કારણે, સૂર્યનો આંશિક અથવા સંપૂર્ણ પ્રકાશ પૃથ્વી પર પડતો નથી, આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું, ત્યારે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે અમૃત પીવા માટે વિવાદ ઉત્પ્ન્ન થયો હતો, ત્યારે ભગવાન વિષ્ણુએ આ વિવાદને શાંત કરવા માટે મોહિની સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન વિષ્ણુના મોહિની રૂપથી, બધા જ દેવો અને દાનવો મોહિત થયા ગયા, પછી ભગવાન વિષ્ણુએ દેવો અને દાનવોને અલગ-અલગ બેસાડી દીધા. પરંતુ એક અસુરને ભગવાન વિષ્ણુની આ યુક્તિ વિષે શંકા ગઈ. અને તે અસુર કપટથી દેવતાઓની લાઇનમાં બેસીને અમૃત પીવા લાગ્યો.

દેવતાઓની હરોળમાં બેઠેલા ચંદ્ર અને સૂર્યએ આ અસુરને આ કપટ કરતા જોઈ લીધું. અને તેમણે ભગવાન વિષ્ણુને અંગે જણાવ્યું, ત્યારબાદ ભગવાન વિષ્ણુએ એ અસુરનું માથું તેના સુદર્શન ચક્રથી કાપી નાખ્યું. પરંતુ તે અસુર અમૃતને તેના ગળામાં ઉતારી લીધું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું નહીં અને તેના માથાનો ભાગ રાહુ તરીકે અને ધડનો ભાગ કેતુ તરીકે જાણીતું થયો. તેથી જ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રને પોતાના દુશ્મનો માને છે. આથી જ રાહુ-કેતુ, સૂર્ય અને ચંદ્રને ગ્રાસ (પકડી) કરી લે છે. આ સ્થિતિને ગ્રહણ કહેવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહો માનવામાં આવે છે. આ બંને ગ્રહોનું કોઈ વાસ્તવિક કદ નથી અને બંને ગ્રહો કોઈપણ રાશિના સ્વામી પણ નથી. પરંતુ આ બંને ગ્રહો જ્યોતિષની ગણનામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ યોગ્ય ન હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમની શક્તિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, સૂર્ય અને ચંદ્ર પણ તેના પ્રભાવોથી બચી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *