ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ ૧૫ કિમી દૂર આવેલા આદિવાસી વિસ્તારમા ‘રત્નગર્ભ’ નદી વહે છે. તે ‘સ્વર્ણરેખા’ નદી તરીકે પણ ઓળખાય છે. આ નદી સોનાને ફેલાવે છે. આ વસ્તુ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. પરંતુ સત્ય એ છે કે આ નદીમા સોનાના કણો જોવા મળે છે.
‘સ્વર્ણરેખા’ ની બાજુમાં આવેલી ઉપનદી ‘કરકરી’ ની રેતીમા પણ સોનાના કણોની નોંધપાત્ર માત્રા જોવા મળે છે. જ્યારે આ નદી સુવર્ણ રેખા સાથે જોડાય છે ત્યારે ‘કરકરી’ નદીના કણો ‘સ્વર્ણરેખા’ નદીમા વહી જાય છે. ‘કરકરી’ નદી લંબાઈમાં માત્ર ૩૭ કિ.મી. છે. જેનુ રહસ્ય આજદિન સુધી ઉકેલાયુ નથી કે આ બંને નદીઓમા સોનાના કણો કયાંથી આવે છે.
ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા કરવામા આવેલા સંશોધન બતાવે છે કે આ નદી ઘણા મોટા ખડકોમાંથી પસાર થાય છે. આ સમય દરમિયાન ઘર્ષણને કારણે તેમા સોનાના કણો ધોવાય જાય છે. આ સંશોધન પછી પણ આજ સુધી આ નદીમા સોનાના ભંડારની ચોક્કસ રકમનો અંદાજ લગાવી શક્યો નથી. આ નદી અનેક પરિવારોનું ભરણ પોષણ કરીને આગળ વધે છે.
ઝારખંડમાં વસતા સ્થાનિક આદિવાસીઓ આ નદીના પાણીમા વહેતી રેતીને ફિલ્ટર કરે છે અને સોનાના નાના કણો એકત્રિત કરે છે. આ કામ કરવા માટે તેમના પરિવારોની પેઢીઓ ઘણા વર્ષોથી રોકાયેલા છે. નદીઓમાંથી જે રેતી કાઢવામા આવે છે તેને લાકડાના વાસણમાં ધોઈ નાખવામા આવે છે જેમાંથી રેતીને પાણીથી ચાળવામા આવે છે અને તેની અંદરના ઝીણા કણો બચી જાય. આ કણો ભેગા થયા પછી ઓગાળવામાં આવે છે. કણને સારી રીતે ઓગળીને સોનાનુ રૂપ આપવામા આવે છે.જેને શુદ્ધ સોનુ ગણવામા આવે છે.