Homeફિલ્મી વાતો'તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા'ના 'પોપટલાલ' રિયલ લાઈફમાં છે પરણિત, જુઓ તેની...

‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ના ‘પોપટલાલ’ રિયલ લાઈફમાં છે પરણિત, જુઓ તેની સુંદર પત્નીની તસવીરો…

ટીવી કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિય સિરિયલ છે. આ શોનું દરેક પાત્ર દરેક લોકોના હ્રદયમાં છે. પછી ભલે તે જેઠાલાલ અને તેના બાબુજી હોય કે ભીડે અને માધવી હોય અથવા બબીતા​જી અને અયરની જોડી હોય, આ બધા પાત્રો લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે. પરંતુ આ બધા પાત્રોમાં એક એવો કલાકાર પણ છે જે હંમેશા શોમાં તેના લગ્ન અંગે ચિંતિત રહે છે, હવે તમે સમજી ગયા હશો કે, અમે પત્રકાર પોપટલાલ વિશે વાત કરી રહ્યા છીએ.

સબકી દુનિયા હિલાને વાલે ગોલ્ડન ક્રો એવોર્ડ વિનર વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલનું એક સ્વપ્ન છે કે તેને ઝલ્દી કોઈ એક કુંવારી છોકરી મળી જાય અને તેની સાથે તે લગ્ન કરી શકે છે. સોસાયટીના દરેક સભ્યની જવાબદારી છે કે, પોપટલાલ માટે છોકરી શોધવી. જો કોઈ આ ફરજ ભૂલી જાય, તો પત્રકાર જાતે જ તેના ઘરે જઈને તેને યાદ આપાવે છે.

પત્રકાર પોપટલાલની ભૂમિકા ભજવનાર આ લોકપ્રિય કલાકારનું નામ “શ્યામ પાઠક” છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, શ્યામ પાઠક કલાકાર નહીં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતો હતો. પરંતુ તે અભિનયનો એટલો શોખીન હતો કે, તેણે સીએ નો અભ્યાસ છોડી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવ્યો.

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કરતી વખતે તેની મુલાકાત રેશ્મી સાથે થઈ. રશ્મિ અને શ્યામ બંને એક સાથે એક ક્લાસમાં જ ભણતા હતા. શ્યામ રશ્મિને ખુબ જ પ્રેમ કરતો હતો. અને તે બંને પ્રેમની વાતો લગ્ન સુધી પણ પહોંચી ગયા. ત્યારબાદ બંનેએ અગ્નિની સાક્ષીએ સાત ફેરા પણ ફરી લીધા અને લગ્ન કર્યા. હાલમાં શ્યામને બે પુત્રી અને એક પુત્ર છે.

શ્યામ પાઠકે તેની કારકિર્દીની શરૂઆત તાઇવાન ભાષાની ફિલ્મથી કરી હતી. આ પછી તેણે ‘જશોદાબેન જયંતિલાલ જોશના સંયુક્ત કુટુંબ’, ‘સુખ બાય ચાન્સ’ જેવી સિરિયલોમાં કામ કર્યું. ત્યાર બાદ તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ’ સાથે જોડાયા અને તેમાં જ તેને તેની વાસ્તવિક ઓળખ મળી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments