Homeઅજબ-ગજબછુટાછેડા મેળવવા માટે આ દેશમાં કરવામાં આવે છે પૂજા જેની પાછળ નું...

છુટાછેડા મેળવવા માટે આ દેશમાં કરવામાં આવે છે પૂજા જેની પાછળ નું કારણ જાણીને તમે ચોંકી જશો.

જો તમને ફરવા જવુ ગમે તો સાત ટેકરીઓ અને નદીઓ પાર કર્યા પછી ૨૨ કિલોમીટરનુ અંતર કાપ્યા પછી ટોટોપારા પહોચી શકો છો. પ્રકૃતિનો એક અલગ ચમત્કાર છે જે સ્વયં આશ્ચર્યજનક છે. અહીં રહેતા ટોટો આદિજાતિ વિશે બહારના લોકો વધારે જાણતા નથી. પરંતુ આજે અમે તમને આ જનજાતિના કેટલાક આવા નિયમો જણાવીશુ જે જાણીને આજના લોકોને આશ્ચર્યચકિત થશે.

પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમા ટોટોપારા શહેરમાં લગ્નને લઈને એક અલગ પ્રથા છે. ત્યા ટોટો જનજાતિમા માતા બન્યા પછી છોકરીઓ લગ્ન કરે છે. આ પરંપરા ચોક્કસપણે આઘાતજનક છે પણ તે સાચી છે. આ આદિજાતિના રિવાજ મુજબ પ્રથમ છોકરો છોકરીની પસંદગી કરીને દૂર લઈ જાય છે જે પોતાની પ્રારંભિક વિધિ છે. આ પછી છોકરી એક વર્ષ સુધી લગ્ન કર્યા વિના છોકરાના ઘરે રહે છે.

ટોટો જનજાતિ લુપ્ત થયેલ આદિજાતિમાંની એક છે અને સંભવત: ભારતની સૌથી ઓછી વસ્તી ધરાવે છે. પરંતુ આવી ખુલ્લી વિચારધારાવાળી જાતિમા જો છોકરી ગર્ભધારણ કરે અને છોકરાના ઘરે રહે તો પછી તે લગ્ન માટે લાયક માનવામા આવે છે અને આ પછી છોકરો અને છોકરીના લગ્ન થાય છે.

છૂટાછેડાના નિયમો જેટલા વિચિત્ર છે તેટલા જ ટોટો જાતિના લગ્નના નિયમો છે. આ જનજાતિમા છૂટાછેડા આપવા માટે એક વિશેષ ઉપાસનાનુ આયોજન કરવામા આવે છે. જેની કિંમત લગ્ન કરતા પણ વધારે હોય છે. તેથી ત્યા લગ્ન તોડતા પહેલા લોકો ઘણી વખત વિચારે છે પછી છૂટાછેડા લેવાનો નિર્ણય લે છે . જણાવી દઈએ કે આ જનજાતિ એવી છે કે જ્યા કુટુંબિક આયોજન અથવા નસબંધી જેવા પગલાઓના ઉપયોગ પર પ્રતિબંધ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments