આ વિશ્વમાં છોડ અને વૃક્ષની ઘણી જાતો છે. સામાન્ય રીતે આપણે તેના ખાસ ફળ માટે ઝાડને યાદ રાખીએ છીએ જે કોઈ ખાસ મોસમમા ઝાડ પર આવે છે. પરંતુ શું તમે ક્યારેય એવુ વૃક્ષ જોયુ છે જે એક નહીં પણ ૪૦ અલગ અલગ ફળ આપે છે ? સામાન્ય રીતે એક ઝાડ એક પ્રકારનું જ ફળ આપે છે પરંતુ આ ટ્રી ઓફ ૪૦ કઈક અલગ જ છે જે ૪૦ પ્રકારના ફળ આપે છે. આવા જ એક અનોખા છોડને ‘ટ્રી ઓફ ૪૦ ‘ તરીકે ઓળખવામા આવે છે. જેને અમેરિકાના વિઝ્યુઅલ આર્ટ્સના પ્રોફેસર દ્વારા તૈયાર કરવામા આવ્યુ છે. તેની વિશેષતા એ છે કે તેમા ઘણા સ્વાદિષ્ટ ફળો આવે છે જેમ કે બેંર, જરદાળુ, ચેરી, સલુ અને અમૃત.
યુ.એસ.ની સેરાક્યુઝ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ્સના પ્રોફેસર સેમ વોનએકેન આ અનોખા વૃક્ષના પિતા છે. તેઓએ આ ખાસ વૃક્ષને ઉગાડવા માટે વૈજ્ઞાનિક તકનીકોનો આશરો લીધો છે. આ કામ તેણે ૨૦૦૮ મા શરૂ કર્યું હતુ.
તેણે ન્યૂ યોર્ક રાજ્યના કૃષિ પ્રયોગમા એક બગીચો જોયો હતો. જેમા ૨૦૦ જેટલા બેંર અને ખુબાનીના છોડ રોપવામા આવ્યા હતા.
તે સમયે ભંડોળના અભાવને કારણે બગીચો બંધ થવાનો હતો જેમા ઘણી જૂની અને દુર્લભ જાતિના છોડનો સમાવેશ હતો. પ્રોફેસર વોન એક ખેડૂત પરિવાર સાથે સંબધ ધરાવે છે. તેથી તેને ખેતીમા થોડો રસ હતો. તેના શોખને લીધે, પ્રોફેસર વોન આ બગીચાને લીઝ પર લઈ લીધો હતો અને કલમ બનાવવાની તકનીકોની મદદથી તેઓ ‘ટ્રી ઓંફ ૪૦’ જેવા અદભૂત વૃક્ષ ઉગાડવામા સફળ થયા હતા.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ‘ ટ્રી ઓફ ૪૦’ ની કિંમત લગભગ ૧૯ લાખ રૂપિયા છે. કલમ બનાવવાની તકનીકમા છોડ ત્યાર કરવા માટે એક ડાળીને કાપીને અલગ કરવામા આવે છે. ત્યાર બાદ આ ડાળીને મુખ્ય છોડ સાથે જોડીને તૈયાર કરવામા આવે છે.