Homeહેલ્થજાણો તુલસીની માળા પહેરવાથી થતા અદ્ભુત ફાયદાઓ વિશે.

જાણો તુલસીની માળા પહેરવાથી થતા અદ્ભુત ફાયદાઓ વિશે.

હિન્દુ ધર્મમા તુલસીનું વિશેષ મહત્વ છે. તેથી જ મોટાભાગના ઘરોના આગણામા તુલસીનો છોડ જોવા મળે છે. આ છોડને ભગવાન વિષ્ણુનો પ્રિય માનવામા આવે છે, તેથી સ્ત્રીઓ સવારે સ્નાન કર્યા પછી ભગવાનના આશીર્વાદ મેળવવા માટે તુલસીની પૂજા કરે છે. એવુ પણ કહેવામા આવે છે કે ઘરના આંગણામા જ્યા તુલસીનો છોડ છે ત્યા વાસ્તુ દોષ હોતો નથી. તેનાથી ઘરમા સકારાત્મક ઉર્જા આવે છે. આ સિવાય તુલસીનો છોડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તુલસીથી ઘરનુ વાતાવરણ શુદ્ધ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીની માળા પહેરવી પણ ખૂબ સારી માનવામા આવે છે.

એવુ કહેવામાં આવે છે કે જો ભગવાન વિષ્ણુ અને કૃષ્ણના ભક્તો તુલસીની માળા પહેરે તો તેમને ઘણા લાભ મળતા હતા. તુલસીની માળા પહેરવાથી મન શાંત થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. તુલસીની માળા પહેરીને તમને શું ફાયદા થઈ શકે તે વિશે અમે ઉજ્જૈનના પંડિત કૈલાસ નારાયણ શર્મા સાથે વાત કરી ત્યારે તેમણે અમને આ વિશે વિગતવાર જણાવ્યુ.

પંડિત કૈલાશ નારાયણ શર્મા કહે છે કે ”તુલસીના બીજની માળા પહેરવી ખૂબ ફાયદાકારક છે” તુલસી મુખ્યત્વે શ્યામ તુલસી અને રામા તુલસી એમ બે પ્રકારની હોય છે. શ્યામ તુલસીની માળા પહેરવાથી માનસિક શાંતિ મળે છે અને મનના વિચારોમા સકારાત્મકતા આવે છે. આધ્યાત્મિકની સાથે કુટુંબ અને ભૌતિક પ્રગતિ પણ થાય છે. ભગવાનની ભક્તિ અને તપ વધે છે. રામા તુલસીની માળા પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે અને સાત્ત્વિક ભાવનાઓ જાગૃત થાય છે.

તે એમ પણ કહે છે કે તુલસીની માળા પહેરવી એ એક ધાર્મિક માન્યતા છે પરંતુ તેમા એક પાવર હોય છે. ગળામા તુલસીના માળા પહેરવાથી શરીર શુદ્ધ બને છે, જોમ વધે છે અને અનેક રોગો મટે છે. તુલસીની માળા પહેરવાથી વ્યક્તિને ડિહાઇડ્રેશન શક્તિ વધારે, તાવ, શરદી, માથાનો દુખાવો, ચામડીના રોગો, મગજની બીમારીઓ અને ગેસ સંબંધિત અનેક રોગોમા લાભ થાય છે. આ ઉપરાંત ચેપને લીધે થતા રોગ અને અકાળ મૃત્યુ થતુ નથી. તુલસીના માળા પહેરવાના ફાયદાઓ અને સકારાત્મક અસરો વિશે વિગતવાર માહિતી.

તુલસીની માળા પહેરવાના ફાયદાઓ :

૧) બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે :- તુલસી એક અદ્ભુત દવા છે જે બ્લડ પ્રેશર અને પાચનમા સુધારો કરે છે. તુલસી ધારણ કરવાથી શરીરમા વિદ્યુત શક્તિનો પ્રવાહ વધે છે. ગળામા તુલસીની માળા પહેરવાથી ઇલેક્ટ્રિક તરંગો બહાર આવે છે જે લોહીના પરિભ્રમણમા રુકાવટ આવવા દેતા નથી. આ સિવાય તુલસી મેલેરિયા અને અન્ય પ્રકારના ફિવરમા ખૂબ ફાયદાકારક છે.

૨) માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે :- જેમ કે અમે તમને કહ્યું છે તુલસીના માળા પહેરવાથી માનસિક શાંતિ મળે છે. તેને ગળામાં પહેરવાથી જરૂરી એક્યુપ્રેશર પોઇન્ટ્સ ઉપર દબાણ પડે છે જેનાથી માનસિક તાણવમા ફાયદો થાય છે અને ચેપી રોગો સામે રક્ષણ મળે છે. તુલસી યાદશક્તિ વધારવામા મદદ કરે છે. તુલસીનુ ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ છે. તે એન્ટીબાયોટીક, પીડા દૂર કરનાર અને રોગપ્રતિકારક શક્તિ વધારવામા ફાયદાકારક છે.

૩) કમળા માં ફાયદાકારક :– કમળામા તુલસીની માળા પહેરવી સ્વાસ્થ્ય માટે સારી માનવામા આવે છે. તુલસીની માળામા એટલી શક્તિ હોય છે કે તે શરીરમાંથી કમળો દૂર કરે છે. એવુ કહેવામા આવે છે કે કમળાના રોગનો ઝડપથી ઘટાડો થાય છે અને જો સફેદ દોરામા તુલસીના ટુકડાને બાધીને પહેરવામાં આવે તો કમળાના રોગમા ઝડપતી ઘટાડો થાઈ છે.

૪) અન્ય ફાયદા :- તુલસીની માળા પહેરવાથી કીર્તિ, ખ્યાતિ અને સૌભાગ્ય વધે છે. ગળામા તુલસીની માળા પહેરવાથી જીવનશક્તિ વધે છે. આ સિવાય તુલસીના પાન ખાવાથી કોઈ પ્રકારના રોગ થતા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments