જાણો ભારતના મીની સ્વિટ્ઝર્લૅન્ડ વિષે કે જ્યાં ભગવાન શિવ નું ૧૦૦૦ વર્ષ જુનું મંદિર આવેલું છે.

સ્ટોરી

આ શિવ મંદિર ઉત્તરાખંડના હિમાલયના સુંદર મેદાનોમા આવેલુ છે તેની સુંદરતાને કારણે તમે પણ કહેશો કે આ ભારતનુ મિનિ સ્વિટ્ઝર્લૅન્ડ છે. આજે અમે તમને ભારતના એક ધાર્મિક સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે ઘણી વાર્તાઓ પ્રખ્યાત છે જે પોતાનામા વિશેષ છે અને તેની સાથે સંબંધિત વાર્તાઓ ખૂબ જ રસપ્રદ છે. આજે અમે તમને ઉત્તરાખંડના ગઢવાલના રૂદ્રપ્રયાગ જિલ્લામા સ્થિત તુંગનાથ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તુંગનાથ મંદિર તુંગનાથ પર્વત પર ૩૪૬૦ મીટરની ઉચાઈએ બનાવવામા આવ્યુ છે અને પંચ કેદારોમા સૌથી ઉંચુ છે.

હિમાલયની સુંદર કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલુ તુંગનાથનુ મંદિર યાત્રાળુઓ અને પર્યટકો માટે આકર્ષણનુ કેન્દ્ર છે. બીજા કેદારના નામ પરથી પ્રખ્યાત તુંગનાથ મંદિર પંચકેદારોમા ભગવાન શિવનુ સૌથી ઉચાઇ વધુ ઉચાઈ વાળુ મંદિર છે. દરિયાની સપાટીથી તેરથી ચૌદ હજાર ફુટની ઉચાઇએ વસેલો આ પ્રદેશ ગઢવાલ હિમાલયના સૌથી સુંદર સ્થાનોમાંથી એક છે.

તુંગનાથ મંદિર પાછળ એક રહસ્ય છે. કેમ કે શિવ પાંડવોથી ક્રોધિત થયા હતા. ચાલો આપણે જાણીએ કે દેવોના દેવ મહાદેવનુ આ તુંગનાથ મંદિર કેવી રીતે સ્થાપિત થયુ. આ તથ્ય કોઈ શિવભક્તથી છુપાયેલ નથી. કહેવાય છે કે આ મંદિર પાંડવોએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બનાવ્યુ હતુ. મહાદેવ કુરુક્ષેત્રમા નરસંહારના કારણે પાંડવોથી નારાજ હતા.

એવુ કહેવામા આવે છે કે મહાભારતના યુદ્ધ પછી પાંડવો પોતાના પ્રિયજનોની હત્યા કર્યા પછી વ્યાકુળ થઈ ગયા હતા. આ અવ્યવસ્થાને દૂર કરવા માટે તે મહર્ષિ વ્યાસ પાસે ગયા અને વ્યાસે તેમને કહ્યુ કે પોતાના ભાઈઓ અને ગુરુઓની હત્યા કર્યા પછી તે બ્રમ હત્યાના પ્રકોપમા આવી ગયા હતા. ફક્ત મહાદેવ શિવ જ તેમને બચાવી શકે તેમ હતા.

જે પછી વ્યાસની સલાહ પર પાંડવ શિવને મળવા હિમાલય પહોંચ્યા પરંતુ મહાભારત યુદ્ધને કારણે શિવ ગુસ્સે હતા. તેથી આ બધાને ભ્રમિત કરવા માટે તેઓએ ભેંસના ટોળા વચ્ચે ભેંસનુ રૂપ ધારણ કર્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ પાંડવો ન માન્યા અને ભગવાન શિવનો પીછો કર્યો. આ રીતે શિવ એ તેના શરીરના પાંચ ભાગ પાંચ જગ્યાએ છોડી દીધા.આ સ્થાનોને કેદારધામ એટલે કે પંચ કેદાર કહેવામા આવે છે.

પાંડવોએ શિવને પ્રસન્ન કરવા માટે આ મંદિરની સ્થાપના કરી હતી. પંચકેદારોમા આ મંદિર સૌથી ઉંચા શિખર પર બિરાજમાન છે. તુંગાનાથનુ શિખર એ ત્રણ પ્રવાહોનો સ્રોત છે જ્યાંથી અક્ષકામિની નદીનુ ઉદ્દગમ સ્થાન છે. પ્રાચીન શિવ મંદિર તુંગનાથથી દોઢ કિલોમીટરની ઉચાઇ પર ચડ્યા પછી ચંદ્રશીલા શિખર છે જે ભગવાન રામને ખૂબ ગમતુ હતુ.

જ્યાંથી તમે તમારી સામે જ સ્પર્શ કરી શકાય તેવા વિશાળ હિમાલયની સુંદરતાનો આનંદ માણી શકો છો. એવુ કહેવામા આવે છે કે રામચંદ્રે તેમના જીવનની થોડી ક્ષણો અહી એકાંતમા વિતાવી હતી. પુરાણોમા કહેવામા આવ્યુ છે કે રામચંદ્ર શિવની પૂજા પોતાના ભગવાન તરીકે કરતા હતા. લંકાપતિ રાવણની હત્યા કર્યા પછી રામે તુંગનાથથી દોઢ કિલોમીટર દૂર ચંદ્રશીલા ઉપર જઈને ધ્યાન કર્યુ હતુ.

ચોપતા-તુંગનાથ તરફ જવાના માર્ગ પર વાંસ અને બુરહાનાનુ ગાઢ જંગલ અને કસ્તુરી હરણ સંવર્ધન ફાર્મ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહી કસ્તુરી હરણની સુંદરતા નજીકથી જોઇ શકાય છે. માર્ચ-એપ્રિલ મહિનામાં બુર્યંશના ફૂલો પોતાની અનોખી છાયા ફેલાવે છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામા આ આખો વિસ્તાર બરફની ચાદરથી ઢકાયેલો હોય છે.

શિયાળા દરમિયાન બરફવર્ષાને કારણે શિવલિંગને અહીથી ચોપટા લાવવામા આવે છે. આ સમય દરમિયાન ગ્રામજનો શિવલીંગને ઢોલ નગારા સાથે લઈને આવે છે અને ઉનાળાની ઋતુમા પાછુ મૂકી આવે છે. બ્રિટીશ શાસન દરમિયાન કમિશનર એટકિન્સને કહ્યું હતું કે જેણે પોતાના જીવનમા ચોપતા નથી જોયુ તેનુ જીવન અર્થહીન છે. એટકિન્સનની વાતો કેટલાક લોકો માટે ખોટી હોઈ શકે છે. પરંતુ અહીંની સુંદરતા આશ્ચર્યજનક છે તેમા કોઈ શંકા નથી. ટૂરિસ્ટ માટે આ યાત્રામા કોઈ રોમાંચની કમી નથી. તુંગનાથ મંદિર સુધી જવા માટે ચોપતા થી તુંગનાથ સુધી ત્રણ કિલોમીટરનો ચાલવાનો માર્ગ છે જે સુંદરતાનો અહેસાસ કરાવે છે. એવુ લાગે છે કે જાણે તમે અને પ્રકૃતિ બંને અહી આવીને એક થઈ ગયા છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *