આ દેશને ૨૭ ઓક્ટોબર ૧૯૯૧ મા ઓળખ મળી હતી. ભલે હિન્દી ગીતો હોય કે હિન્દી મૂવીઝ આ લગભગ બધાને ગમે છે. પરંતુ જો આપણે એમ કહીએ કે વિદેશી લોકો પણ હિન્દી ફિલ્મો અને હિન્દી ગીતોના દિવાના છે અને હિન્દી ગીતોને ગાયા કરે છે. તમારે પૂછવુ જ જોઇએ કે આવુ ક્યા થાય છે તેથી ચાલો તમને આ દેશનુ નામ જણાવી દઈએ.
આ દેશનુ નામ તુર્કમેનિસ્તાન છે અને ઉત્તર કોરિયાની જેમ તે વિશ્વના સૌથી સૂકા રણમાંનુ એક છે. અહીંનો ૮૦% વિસ્તાર કારકુમ કાળી રેતીના રણથી ઢકાયેલ છે. અહી વરસાદ માત્ર ૦.૧૨ મીમી થાય છે. પરંતુ દરેકને માટે આશ્ચર્યની વાત એ છે કે અહીંના લોકો ભારતીય ફિલ્મોને ખૂબ પસંદ કરે છે. અહીંના લોકો હંમેશાં હિન્દી ફિલ્મોના ગીતોને ગાતા છે. અહીંની ઘણી શાળાઓમા બાળકોને હિન્દી ભાષા પણ શીખવવામા આવે છે.
અહીંની વસ્તી લગભગ ૫૬ લાખ છે ને અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આ દેશમા ફોટોગ્રાફી અને નાગરિકોને ખુલ્લેઆમ બોલવાની સ્વતંત્રતા નથી. તુર્કમેનિસ્તાન તુર્કમેનિઆ તરીકે પણ ઓળખાય છે. ૧૯૯૧ સુધી આ દેશ સોવિયત યુનિયનનો ભાગ હતો. પરંતુ ૨૭ ઓક્ટોબર ૧૯૯૧ ના રોજ તે સોવિયત સંઘથી છૂટા પડ્યો અને એક નવા રાષ્ટ્ર તરીકેની ઓળખ મળી.